ક્રાઇમ
નવસારીમાં રાત્રે તોફાન, પોલીસનો લાઠીચાર્જ
વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં હિન્દુ-મુસ્લિમોના ટોળાં વચ્ચે ઘર્ષણ, મામલો ધાર્મિક વિવાદ સુધી પહોંચી ગયો
નવસારીમાં દરગાહ રોડ પર પાર્કિગ કરવા જેવી સામાન્ય બાબતમાં ટોળા સામસામે આવી જતા પોલીસ દોડતી થઈ હતી,જૂથ અથડામણ થાય તે પહેલા જ પોલીસ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હતી બીજી તરફ બન્ને સમુદાયના 200થી 300ના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કામે લાગી છે.
દરગાહ રોડ વિસ્તારમાં મોડી રાત્રે બે ટોળા સામસામે આવી જતા ગરમા-ગરમીનો માહોલ થયો હતો અને પોલીસને આ વાતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ પણ મેળવ્યો હતો,મહત્વનું છે કે આ ઘટના દરમિયાન પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો અને લોકોને ભગાડયા હતા વીડિયોગ્રાફી અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથધરી છે,તમામ આરોપીઓને ધીરે ધીરે ઝડપી લેવામાં આવશે તેવો પોલીસ દાવો કરી રહી છે.
નવસારીમાં આવેલા દરગાહ રોડ વિસ્તારમાં મોડી રાતે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. વિસ્તારમાં મોડી રાતે પાર્કિંગ જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો, જેણે ઊગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું. પાર્કિંગ બાબતે શરૂૂ થયેલી આ બબાલ ધાર્મિક વિખવાદ સુધી પહોંચી હતી. આથી, હિંદુ સંગઠનોનાં ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રામધૂન બોલાવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી અને કોમ્બિંગ ચાલુ કર્યુ હતુ.
પોલીસે સમગ્ર મામલે શહેરમાં શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરી હતી અને ગુનેગારોને ઝડપવા માટે પોલીસે અલગ-અલગ ટીમો પણ બનાવી લીધી છે,આ સમગ્ર કાંડ કરનાર મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી શકી નથી,ત્યારે આગામી સમયમાં તમામ આરોપીઓને ઝડપી તેમની સરભરા કરવામાં આવશે,મહત્વનું છે
કે હાલમાં તો શહેરમાં શાંતિનો માહોલ છે પણ જો કોઈ આ શાંતિ ડોહળાવાનો પ્રયાસ કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.