Site icon Gujarat Mirror

સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી

સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. એક બાજુ નીફટી ફરી 26000ની સપાટી ઓળંગી ગયો છે. જયારે ચાંદીમાં પણ ખુલતાની સાથે 6000 રૂા.નો વધારો નોંધાયો છે. સોનું અને ચાંદી આજે ફરી ઓલટાઇમ હાઇ જોવા મળી રહ્યું છે.

વિશ્વભરમાં સોના-ચાંદીની ડીમાન્ડમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અને વૈશ્ર્વિક પોઝીટીવ સંકેતોની વચ્ચે બેંકોની નવી ખરીદીના પગલે સોનુ-ચાંદી રેકોર્ડ હાઇ પર પહોંચ્યું છે. આજે સોનામાં રૂા.1500 નો વધારો નોંધાતા એમસીએકસમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,35,500 જોવા મળ્યો હતો. જયારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામે 138050 પર પહોંચ્યો છે. જયારે અમદાવાદમાં ભાવ 138100 પર જોવા મળી રહ્યો છે.
માત્ર સોનું જ નહીં પરંતુ ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે ચાંદીમાં લગભગ 6000 રૂા.નો તોતીંગ વધારો થયો છે. આજે એમસીએકસમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2,14,500 પર પહોંચ્યો છે. જયારે રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ એક કિલોના 2,17,550 પર પહોંચ્યો છે. જે અત્યર સુધીનો સર્વોચ્ચ ભાવ છે. આતંર રાષ્ટ્રીય બજારમાં સોનુ 4395 ડોલરે પહોંચ્યું છે. જયારે ચાંદી 69.41 ડોલર પર જોવા મળી રહી છે.

આજે ભારતીય ચલણ રૂપિયામાં પણ ભારે સુધારો નોંધાયો છે. ડોલરની સામે રૂપીયો 40 પૈસા સુધર્યો છે. જેને કારણે હાલ ડોલરનો ભાવ 89.70 પર જોવા મળી રહ્યો છે. રૂપિયો મજબુત થતા ભારતની આયાતને પણ ફાયદો થશે.

બીજી બાજુ આજે શેરબજારમાં પણ તેજી સાથે શરૂઆત થઇ હતી. નીફટી ફરી 26000ની સપાટી ક્રોસ કરીને હાલ 26133ની સપાટી પર જોવા મળી રહ્યો છે. જયારે સેન્સેકસમાં 500 પોઇન્ટના ઉછાળાના પગલે 85415 પર પહોંચ્યો છે. બેંક નીફટી 260 પોઇન્ટ ઉપર જોવા મળી છે. આજે રીલાયન્સ, ટીસીએસ, ઇન્ફોસીસ સહીતના દીગ્ગજ શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી.

Exit mobile version