Site icon Gujarat Mirror

રાજકોટમાં ચોમાસામાં વોર્ડવાઇઝ સંપર્ક નંબરની નવી સુવિધા

ચોમાસામાં સૌથી વધુ ડ્રેનેજ ચોકઅપની સમસ્યા હોય સ્થાનિક કક્ષાએ જ ઝડપથી નિવારણ આવે તેવી વ્યવસ્થા ગોઠવાઇ

રાજકોટ મહાનગરપાલિકા હવે શહેરના નાગરિકો અગાઉના કોલ સેન્ટરના નંબરો 0281-245007 અને 1800-123-1973ના સ્થાને માત્ર એક જ શોર્ટ કોડ નંબર 155304 ડાયલ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અંગે પોતાની ફરિયાદ સરળતાથી નોંધાવી શકશે.

આ ઉપરાંત રાજકોટના શહેરીજનો રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.rmc.gov.in, RMC Citizen Mobile App આા તેમજWhatsApp Chat-Bot મારફતે પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. આ વ્યવસ્થા હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કુલ 43 વિભાગો સંબંધિત ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ છે.અરજદાર દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ તે ફરિયાદની માહિતી સોફ્ટવેરના માધ્યમથી સંબંધિત વિભાગને તાત્કાલિક પહોંચાડવામાં આવે છે, જેના આધારે સંબંધિત વિભાગ દ્વારા જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ ડિજિટલ વ્યવસ્થાના કારણે ફરિયાદોના નિરાકરણમાં સરળતા અને કાર્યક્ષમતા વધે છે.

ચોમાસાની ઋતુ દરમિયાન ક્યારેક અતિભારે વરસાદને કારણે ડ્રેનેજ ઉભરાવવાની ફરિયાદોમાં વધારો થતો હોય છે. આવા સંજોગોમાં નાગરિકોને વધુ સુવિધા મળી રહે તે માટે કોલ સેન્ટર ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગનો સીધો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. લોકહિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગના વોર્ડવાઈઝ સંપર્ક નંબરો, તેમજ આપત્તિજનક પરિસ્થિતિઓમાં મદદરૂૂપ બને તે માટે ફ્લડ કંટ્રોલ રૂૂમ અને ફાયર બ્રિગેડના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે.

Exit mobile version