Site icon Gujarat Mirror

શાપરમાં કાકી સાથે ઝઘડો થતા ભત્રીજાએ ઝેરી દવા પીધી

રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલ મફતિયા પરામાં રહેતા એક 35 વર્ષીય યુવાને પારિવારિક અણબનાવને કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. યુવાનને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી વિગતો મુજબ, 35 વર્ષીય વિજય ચંદુભાઈ બોરીચાએ ગત રાત્રિના સમયે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વિજયને તેના કાકી સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ બોલાચાલી બાદ આવેશમાં આવી આવીને યુવાને આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

વિજય વ્યવસાયે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.પરિવારમાં તે બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો છે. હાલમાં તેની હાલત સારી હોવાનું જણાઈ રહ્યું છે.સ્થાનિક પોલીસે આ બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version