ગુજરાત

બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર પાડોશી ઝડપાયો

Published

on

પરિણીતા અને તેના બંન્ને સંતાનને જિંદગીભર સાચવશે તેવું ખોટું વચન આપ્યું!

વેરાવળ શહેરમાં બે સંતાનની માતાને પાડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારી છ મહિનાથી શારીરીક શોષણ કરવાની સાથે લગ્ન કરતો ન હતો. જેથી વિશ્વાસઘાતની લાગણી અનુભવતા પરણીતાએ ફરીયાદ કરતા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી પ્રેમી યુવકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળની અજમેરી કોલોનીમાં રહેતા ફુજેલ આરીફ પંજા (ઉ.વ.20) ને પાડોશમાં રહેતી બે સંતાનની માતા સાથે આંખ મળી જતા બંન્નેને પ્રેમ થયો હતો. પ્રેમી ફુજેલએ પરણીતા સાથે લગ્ન કરવાની સાથે તેના બંન્ને સંતાનોને જીંદગીભર સાચવશે સાચવશે તેવો વિશ્વાસ અપાવી તેણીના ઘરમાં જ અવારનવાર દુષ્કર્મ આચાર્યુ હતુ. બાદમાં ઘણા સમયથી પરણીતા લગ્ન કરવાની વાત કરતી ત્યારે પ્રેમી ફુજેલ ગલ્લા તલ્લા કરીને વાત ટાળી દઈ શારીરીક શોષણ કરી રહ્યો હતો. આવું છએક મહિનાથી ચાલી રહ્યુ હોવાથી પરણીતાને વિશ્વાસઘાત થઈ રહ્યાની લાગણી અનુભવી હતી. જેથી ઉપરોકત સમગ્ર હક્કીત સાથે પરણીતાએ પ્રેમી ફુજેલ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે બીએનએસની કલમ 64(2), (એમ) હેઠળ ગુનો નોંધીને આરોપી પ્રેમી ફુજેલ આરીફ પંજાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version