ગુજરાત

રાણાવાવ નજીક એસ.ટી. બસ, રિક્ષા અને બોલેરી વચ્ચે અકસ્માત: યુવાનનું મોત

Published

on

રાણાવાવમાં આવેલ ખાનગી હોસ્પિટલ નજીકના રોડ ઉપર એક એસ.ટી. બસ, રીક્ષા અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક યુવાન અને એક આધેડને ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.


પોરબંદર જિલ્લામાં અકસ્માતના બનાવો સામે આવતા જ હોય છે.પોરબંદરના રાણાવાવ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલ નજીકના મુખ્ય રોડ ઉપર એક એસ.ટી બસ, રીક્ષા અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અને રાણાવાવના ગોપાલપર વિસ્તારમાં રહેતા ઓડેદરા રામાં રાણા(ઉ.45) અને ગઢવી નિર્મળ જેસાભાઈ(ઉ.25)નામના બંને સભ્યોને ઇજા પહોંચતા તેમને સ્થાનિકો દ્વારા તાત્કાલીક 108ની મદદેથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં ગઢવી નિર્મળ જેસાભાઈ નામના યુવાનને પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.આ ઘટના બાદ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.


રાણાવાવ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. એસટી બસ, રિક્ષા અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આધેડને ઇજા પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version