રાષ્ટ્રીય

ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવા સંઘને નરેન્દ્ર મોદીની સલાહ

Published

on

યુ.પી.માં ભાજપ-સંઘની બેઠક રદ થવાનું કારણ બહાર આવ્યું

ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચેની સમન્વય બેઠક છેલ્લી ઘડીએ રદ કરાતાં ભાજપ અને સંઘ વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ છે. સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીએ સંઘને ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવાનું જણાવી દેતાં સંઘના સહસરકાર્યવાહ અરૂૂણ કુમાર સાથેની ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક સ્થગિત રખાઈ છે. સંઘની મધ્યસ્થીથી ભાજપનો ઝગડો શાંત પડે તેના કારણે ભાજપ સંઘના ઈશારે ચાલે છે અને ભાજપના નેતા સંઘની કઠપૂતળી છે એવી છાપ ના પડે એટલે મોદીએ સંઘને દૂર રહેવા કહી દીધું હોવાનું કહેવાય છે.


સૂત્રોના મતે, સંઘ અત્યારે નરેન્દ્ર મોદી અને તેમની નજીકના નેતાઓના બદલે યોગી આદિત્યનાથની તરફેણમાં ઢળેલો હોવાથી આ બેઠકના કારણે યોગી વધારે મજબૂત બનશે એવો ડર લાગતાં બેઠક જ રદ કરી દેવાઈ છે. યુપીમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહુ વધી જતાં સંઘે દખલગીર કરવી પડી છે એવો મેસેજ ના જાય એ પણ એક કારણ છે. આ બેઠક હવે ફરી ક્યારે મળશે એ સ્પષ્ટ નથી. લખનઉમાં 20 અને 21 જુલાઈ એટલે કે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે મળનારી બેઠકમાં યુપીના સંઘના ટોચના નેતાઓ ઉપરાંત ભાજપ તરફથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધર્મપાલ હાજર રહેવાના હતા.


યોગી આદિત્યનાથે આ બેઠકને કારણે શનિવાર અને રવિવાર એમ બે દિવસના તેમના તમામ સરકારી કાર્યક્રમો પણ રદ કરી દીધી હતા. ભાજપ અને સંઘ વચ્ચે સંકલનની જવાબદારી સંભાળતા અરૂૂણ કુમાર શુક્રવારે સાંજે લખનઉ પહોંચવાના હતા પણ અરૂૂણ કુમાર લખનઉ પહોંચ્યા નહોતા. તેના બદલે જાહેરાત કરાઈ કે આ બેઠક સ્થગિત રખાઈ છે.


સંઘના સહ સરકાર્યવાહ અરૂૂણ કુમારની ભાજપના નેતાઓની બેઠક રદ કરાવીને મોદીએ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાના વલણને સમર્થન આપી દીધું છે અને નડ્ડાના નિવેદન પાછળ કોણ હતું એ પણ સ્પષ્ટ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન નડ્ડાએ કહેલું કે, ભાજપને હવે સંઘની મદદની જરૂૂર નથી. ભાજપ એટલો મોટો થઈ ગયો છે કે પોતાની બાબતોને જાતે જ હેન્ડલ કરી શકે છે. વાજપેયીજીના સમયમાં ભાજ5 નબળો હતો તેથી સંઘની મદદની જરૂૂર પડી હશે પણ હવે અમે પોતે સક્ષમ છીએ. નડ્ડાના નિવેદનથી નારાજ સંઘના સ્વયંસેવકો ચૂંટણી પ્રચારમાં ભાજપને મદદ કરવાથી દૂર રહ્યાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version