ટંકારાના મેઘપરમાં ધાર્મિક હેતુ માટે ફાળવાયેલ કરોડોની જમીનના વારસાઇમાં પૂજારીઓના નામ રદ

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની ધાર્મિક હેતુ માટે ફાળવાયેલી જમીનો અંગે બે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. આ ચુકાદાઓમાં…

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની ધાર્મિક હેતુ માટે ફાળવાયેલી જમીનો અંગે બે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. આ ચુકાદાઓમાં કલેક્ટરે સરકારી નિયમોનું કડક પાલન કરાવીને શંકર મંદિર અને ઠાકર મંદિરની ’દિવેલીયા’ પ્રકારની કરોડોની કિંમતી ગણાતી 28 એકરથી વધારે ધર્માદાની જમીનોમાંથી પૂજારીઓ અને તેમના વારસદારોના નામ રદ કરી, આ જમીન મૂળ ધાર્મિક સંસ્થાના નામે જ દાખલ કરવાનો આદેશ કર્યો છે.

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે બે અલગ -અલગ મંદિરની જમીન પુજારીઓ દ્વારા વ્યક્તિગત નામે વારસાઈ કરાવી લીધી હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેકટર દ્વારા સુઓમોટો એક્શન લેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ કેસમાં, મેઘપર ઝાલા ગામના રેવન્યુ સર્વે નં. 3પ0 અને 349/ર વાળી જમીન મૂળ ’શંક2 મંદિરનું દિવેલીયુ’ તરીકે નોંધાયેલી હતી. પરંતુ મહેસૂલી રેકર્ડમાં ફેરફાર નોંધ નં. 1703 થી પૂજારીના વારસદાર દયાબેન વલ્લભપરી, બળદેવગીરી વલ્ભગીરી અને દિલીપગીરી વલ્લ્લગીરીના નામ રેકર્ડ પર દાખલ કરવામાં આવ્યા હતા. કલેક્ટરે આ નોંધ સ્યુમોટો રીવીઝનમાં લઈને રદ કરી છે અને જમીનના 7/1ર માં મૂળ ધર્માદા સંસ્થા “શંકરનું દિવેલીયુ” તરીકે જ નામ નોંધવા હુકમ કર્યો છે. એ જ રીતે બીજા કિસ્સામાં મેઘપર ઝાલા ગામના રેવન્યુ સર્વે નં. 68 અને 149 વાળી જમીન જે ’ઠાકરનું દિવેલીયુ’ તરીકે નોંધાયેલી હતી, તેમાં સુધારા નોંધ નં. 790 થી ભક્તિરામ મગનલાલ નામના વ્યક્તિનું નામ દાખલ થઈ ગયું હતું.

મોરબી પ્રાંત અધિકારીની દરખાસ્તને ગ્રાહ્ય રાખીને કલેક્ટરે આ નોંધ પણ રદ કરી છે અને રેવન્યુ રેકર્ડમાં માત્ર “ઠાકરનું દિવેલીયુ” તરીકે જ માલિકી દર્શાવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ ચુકાદાઓમાં કલેક્ટરે મહેસૂલ વિભાગના 09/04/2010 ના પરિપત્રનો સ્પષ્ટ હવાલો આપતા નોંધ્યું છે કે, બારખલી નાબૂદી અધિનિયમ હેઠળ ધાર્મિક અને સખાવતી હેતુ માટે અપાયેલી જમીનના કબજેદાર માત્ર તે ધાર્મિક સંસ્થા જ ગણાય છે. આવી જમીનમાં પૂજારીને વ્યક્તિગત રીતે ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થતો નથી. પરિણામે, પૂજારી કે તેમના વારસદારોને આ જમીન વેચવાનો, ગીરો મૂકવાનો કે બક્ષીસ કરવાનો કોઈ જ કાનૂની અધિકાર રહેતો નથી.