ગુજરાત
રેસકોર્સ રંગોળી સ્પર્ધાના 19 વિજેતાઓના નામ જાહેર
સ્લોગન ગ્રૂપના 5, થીમ બેઈઝ ગ્રૂપના 2 અને વ્યક્તિગત રંગોળીના બાર કલાકારોનું રોકડ પુરસ્કારથી કરાયું સન્માન]
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.27/10/2024 થી તા.31/10/2024 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્યઆયોજન કરવામાં આવેલ હતું. રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને દરેક અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિકે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાજણાવે છે કે, રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને તા.29/10/2024ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જે અન્વયે રંગોળી સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોના આજ રોજ નામ જાહેર કરવામાં આવેલ છે. વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને રાજકોટ મહાનગરપાલિકાના આગામી કાર્યક્રમ દરમ્યાન રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે જાણીતા લેખક જય વસાવડા, શૈલેષભાઈ સગપરીયા, જયશ્રીબેન રાવલ, મુકેશભાઇ ડોડીયા, ચૈતન્યભાઈવ્યાસ, નલીનભાઈ સૂચક, મુકેશભાઇ વ્યાસ, વલ્લભભાઈ પરમાર, ડો.પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કમાણી, રૂપલબેન સોલંકી, એમ. યુ. ચૌહાણ, ડો.અસિત ભટ્ટએ સેવા આપેલ. રંગોળી સ્પર્ધાની ખાસ વાત કરવામાં આવે તો ત્રણ કલાકાર દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણની રંગોળી બનાવવામાં આવેલ જે રંગોળી નિહાળવા પરિવાર સાથે આવેલ અને કલાકારોને અભિનંદન આપી ઘરે આવવાનું આમંત્રણ આપવામાં આવેલ. આજ રીતે ત્રણ કલાકારો દ્વારા હેલ્લારો ફિલ્મની રંગોળી તથા તેની હીરોઇન શ્રદ્ધા ડાંગરની અદભૂત રંગોળી બનાવવામાં આવેલ, જેને નિહાળવા ખુદ શ્રદ્ધા ડાંગરએ અમદાવાદ થી રાજકોટ આવીને કલાકારોને રૂૂબરૂૂ મળીને અભિનંદન પાઠવેલ.
સ્લોગન ગૃપ રંગોળી 515ની 26 બનાવવામાં આવેલ જે પૈકી પાંચ રંગોળીના વિજેતાવૈભવ રાણપરિયા, હીર સાકરીયા, રીતુ સાવલિયા, હિતાર્થી સખિયા તથા મૈત્રી વેકરીયાને પ્રત્યેકને રૂૂ.5000નુંરોકડ ઈનામ આપવામાં આવનાર છે. આ ઉપરાંત ગૃપ રંગોળીમાં સ્પેશ્યલ થીમ બેઇઝ્ડ રંગોળી બનાવનાર બે કલાકારશિવમ અગ્રવાલ અને માહી અકબરી પ્રત્યેકને રૂૂ.2000 રોકડ ઇનામ આપવામાં આવનાર છે. વ્યક્તિગત રંગોળી 5ડ્ઢ5 ની પાંચસો બનાવવામાં આવેલ જેમાં બાર કલાકારોદિવ્યેશ પરમાર, ડો.રિદ્ધિ કાલરીયા,પૃષ્ટી વિરમગામા,ધન્વી પાનસુરિયા,દર્પણ ધોળકિયા, જીજ્ઞેશભાઈ ધોળકિયા,તુલસી દફતરી,અંજના વીંછી, ધારા ખંભાયતા,બ્રિજ પરમાર,નિતાંશુ પારેખ તથા નિકિતા પટેલપ્રત્યેકને રૂૂ.5000 રોકડ ઈનામ આપવામાં આવનાર છે. આ ઉપરાંત 61 રંગોળી કલાકારોનેઆશ્વાસનરૂૂપે પ્રત્યેકને રૂૂ.1000 રોકડ ઈનામ આપવામાં આવનાર છે.
આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જરૂૂરી માર્ગદર્શન પુરું પાડેલ તથા ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત ,વિશાલભાઈ જોશી,હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા,પરેશભાઈ ધોરાજીયા,સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના,દિનેશભાઇ પટેલ,રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.