ગુજરાત

નબીરાઓએ બાઇક પર સ્ટંટ કરી ફટાકડા ફોડયા

Published

on

નવા રિંગ રોડની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, પોલીસે શોધખોળ શરૂ કરી

રાજકોટમાં આવેલા નવી રીંગ રોડમાં પર નબીરાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે.અહીં નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરતા કરતા ફટાકટા ફોડ્યા હોવાનું સામે આવ્યું છે.અહીં આ નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરીને સામાન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યાં હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ નબીરાઓએ પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા હતાં.નોંધનીય છે કે, રાજકોટના નવા રીંગરોડ પર નબીરાઓના બેફામ સ્ટંટના કારણે ચિંતાની લાગણી ઉભી થઈ છે. આ નબીરાઓએ બાઈક પર સ્ટંટ કરતી વખતે ફટાકડા ફોડવાનો ખતરનાક કારનામો કર્યા હતા. બાઈક પર ચાલતાં ચાલતાં ફટાકડા ફોડતા એક વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્રકારના સ્ટંટના કારણે અન્ય લોકોના જીવને જોખમમાં મૂકાય છે, કારણ કે આવા અભીનયોથી અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે.આ ઘટનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની સ્ટંટ સ્પીડિંગ અને ખતરનાક હરકતોનાં પ્રતીક બને છે, આ મામલે કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version