Site icon Gujarat Mirror

મનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળો

PM SVANidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડિંગ રહેલ લોન અરજી મંજૂર કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીના ભાગ રૂૂપે ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર મનપા દ્વારા તારીખ 28/01/2026, બુધવાર સ્થળ રાજકોટ મહાનગરપાલિકા, પૂર્વ ઝોન વિભાગીય કચેરી, મીટીંગ હોલ, પ્રથમ માળે, ભાવનગર રોડ, રાજમોતી મિલ સામે, રાજકોટ ખાતે અને તારીખ 29/01/2026, ગુરુવાર રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન, વિભાગીય કચેરી, મીટીંગ હોલ, પ્રથમ માળે, બીગ બજાર પાસે,150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક કલ્યાણ મેળામાં PM SVAnidh યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડીંગ રહેલ મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે તમામ બેંકોનાં અધિકારીઓને કેમ્પમાં હાજર રાખી કેમ્પના સ્થળેજ લોન અરજીઓ મંજુર કરવા માટે આયોજન કરેલ છે. સાથોસાથ લોન મંજુરી કેમ્પની સાથેજે ફેરિયાઓ લોન લેવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટેનવી લોન અરજીઓ પણ કેમ્પના સ્થળ ઉપર ઓનલાઈન કરી આપવામાં આવનાર છે.

આ કેમ્પમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્રની સાથોસાથ બેંકોનો સકારાત્મક સહયોગ મળે તે જરૂૂરી છે. વિશેષમાં, ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરીફેરિયાઓનુ બેકો તથા ફોન પે તેમજ પે.ટી.એમ.ના એગ્રીગેટર દ્વારા ડીજીટલ ઓનબોર્ડીંગ કરી કેશબેક અંગેની સમજ પણ આપવામાં આવશે. તેમજ બીજી લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને ક્રેડીટ કાર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે જેઓની લોન અરજી મંજુરીની પ્રક્રિયામાં છે તથા નવી લોન અરજી કરવા ઇરછુક તમામ લાભાર્થીઓએ કેમ્પનાં સ્થળે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંકપાસબુક ઓરીજીનલ તથા ઝેરોક્ષ તેમજ2- પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર સાથે કેમ્પના સ્થળે ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Exit mobile version