Site icon Gujarat Mirror

મનપાએ 40 ટકા કપાતના નામે 1621 પ્લોટ ખેડૂતો પાસેથી કટકટાવ્યા

સોનાની લગડી જેવી લાખો ચોરસ મીટર જમીન મફતમાં મળી ગઇ, 502 પ્લોટ રહેણાંક અને વ્યાપારી હેતુ માટે વેચી રોકડી કરવાનો હેતુ

મહાનગરપાલિકા દ્વારા ફાઇનલ ટીપી થયેલા સાત પ્લોટની હરાજી માટે જાહેરાત કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સાત પૈકી ત્રણ પ્લોટના વેચાણ સામે કોર્ટના દ્વારા ખખડવાતા તંત્ર મુજવણમાં મુકાઇ ગયુ છે અને પ્લોટની હરાજી સ્થિગત કરવની ધમધમાટ શરૂ થયો છે. અત્યાર સુધીમાં ટીપી સ્કીમ લાગુ કર્યા બાદ કોર્પોરેશને 40 ટકા કપાતના નામે અલગ અલગ હેતુ માટેના 1621 પ્લોટ ખેડૂતો પાસે કટકટાવી લીધાનું જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યુ છે અને આ પ્લોટની કિંમત અબજો રૂપિયા થવા જાય છે. જેથી આગામી દિવસોમાં વાણીજય અને રહેણાંક વેંચાણના હેતુ માટે મુકવામાં આવેલા 502 પ્લોટમાં પણ અડચણો આવે તેવી સંભાવના જાણ કારો વ્યકત કરી રહ્યા છે.

સરકારના નિયમ મુજબ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા નવી ટીપી સ્કીમ માટેનો ડ્રાફટ તૈયાર કરવામાં આવે ત્યારે રોડ રસ્તા અને અનામત પ્લોટના નામે ખેડૂતની કુલ જમીન પૈકી 40 ટકા જમીનનો કબજો લેવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ લોકોની સુખાકારી માટે આ જમીન ઉપયોગ કરવાનો હોય છે. મહાનગરપાલિકાએ અલગ અલગ સાત પ્રકાર હેતુ તૈયાર કર્યા છે. જે પૈકી રહેણાક અને વાણિજય વેંચાણના હેતુ માટેના પ્લોટનુ વેંચાણ કરી કોર્પોરેશન પોતાના ખર્ચા ઉઠાવી રહ્યુ છે અને આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલતી આવી છે. ત્યારે કોર્પોરેશનને હરાજીમાં વેંચવા કાઢેલા સાત પ્લોટ સામે વિરોધ ઉઠયો છે અને ત્રણ અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવતા મામલો પેચીદો બની ગયો છે. છતાં તંત્રએ વિરોધ થયેલ સિવાયના બાકીના પ્લોટની હરાજી કરવાનુ મન મનાવી અર્મીન માર્ગ કોર્નર પ્લોટની ઓનલાઇન હરાજી કરવાનો તખતો ગોઠવી નાખ્યો છે છતા જાણકારોના મતે અગામી દિવસોમાં પ્લોટની હરાજી મુદ્દે ઉહાપો બોલે તેવી સંભાવાન જોવાઇ રહી છે.

મહાનગરપાલિકા દ્વારા હાલ સાત પ્લોટની હરાજી કરી 360 કરોડ ઉભા કરવા માટે તૈયારી આરંભી છે. ત્યારે વિરોધીયોના કહેવા મુજબ હેતુ ફેર કરી પ્લોટનુ વેંચાણ કરવામાં આવી રહ્યુ છે. જેની સામે તંત્રએ પોતાના બચાવમાં જણાવેલ કે, સરકારના નિયમો મુજબ જે હેતુ માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હોય તે હેતુ મુજબનો જ ઉપયોગ કરવામા આવી રહ્યો છે. છતાં હેતુ ફેર કરવાની જરૂરીયાત ઉભી થાય ત્યારે સરકાર પાસેથી મંજૂરી માંગવામાં આવે છે. જે મળ્યા બાદ પ્લોટનું વેંચાણ કરવામાં આવી રહ્યુ છે. છતાં છેલ્લા થોડા વર્ષોમાં ટીપી કપાતમાંથી મહાનગરપાલિકાએ 1621 પ્લોટ અલગ અલગ હેતુ માટે મેળવી લીધાનું જાણવા મળેલ છે.

પ્લોટનો હેતુ પ્લોટની સંખ્યા
પાર્કિંગ 79
ગાર્ડન 415
આવાસ 448
વાણિજય વેંચાણ 369
પબ્લીક પર્પઝ 106
સ્કૂલ અને પ્લે ગ્રાઉન્ડ 71
રહેણાંક વેંચાણ 133
કુલ 1621

Exit mobile version