ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ વોર્ડ નો 4 ના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની રોજબરોજની સમસ્યાઓ, તકલીફો અને પ્રશ્નોને સીધા કોંગ્રેસના મંચ સુધી પહોંચાડવાનો હતો.આ અભિયાન દરમિયાન મોંઘવારી, બેરોજગારી, પાણીની સમસ્યા, રસ્તાડ્રેનેજની હાલત, વીજળી, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, મહિલા સુરક્ષા, યુવાનોના પ્રશ્નો તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંબંધિત અનેક મુદ્દાઓ પર લોકોની ફરિયાદો અને સૂચનો લખિત સ્વરૂૂપે લેવામાં આવ્યા હતા. જનતાએ ખુલ્લેઆમ પોતાની વેદના વ્યક્ત કરી અને વર્તમાન સરકારની નિષ્ફળ નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નો સાંભળવા માટે કોંગ્રેસ હંમેશા પ્રજા સાથે છે.ભાજપ સરકાર ફક્ત પ્રચારમાં વ્યસ્ત છે, જ્યારે લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. કોંગ્રેસ જનતાની દરેક વેદનાને અવાજ આપશે અને યોગ્ય મંચ પર લડત લડશે.અને આવનારા દિવસોમાં આ અભિયાન દરેક વોર્ડ માં લઈ જવામાં આવશે. આ સર્વે અને ફરિયાદોના આધારે આવનારા સમયમાં સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરવામાં આવશે તથા જરૂૂરી હોય ત્યાં આંદોલનાત્મક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ અભિયાનમાં શહેર કોંગ્રેસના વોર્ડના આગેવાનો,કોંગ્રેસના કાર્યકરોની સક્રિય ભાગીદારી રહી હતી અને જનતાએ પણ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા પરેશભાઈ પરમાર વોર્ડ પ્રમુખ, હાર્દિક સિંહ પરમાર, નંદાભાઈ ડાંગર, રાજુભાઈ ડાંગર, અક્ષાંસ ગોસ્વામી, મુકેશ ભાઈ જાદવ, હરદીપ ભાઈ રાઠોડ, હરેશભાઈ પરમાર, ચંદ્રિકા બેન વરાણીયા, પરેશભાઈ કાઠીયા તેમજ આગેવાનો,શહેર ના હોદ્દેદારો,વોર્ડ ના હોદ્દેદારો,કાર્યકર્તા ભાઈઓ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

