રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે તા.11 થી 12 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 11/12 થી 12/12 એમ કુલ 2 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 50 આસામીઓ પાસેથી 2.52 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.11300/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 12 આસામીઓ પાસેથી 1.29 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 2700/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 15 આસામીઓ પાસેથી 0.45 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 3100/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 23 આસામીઓ પાસેથી 0.78 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.5500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

