UPSCમાં SC, ST-OBC સાથે પેટા જ્ઞાતિનો પણ ઉલ્લેખ કરવા કેન્દ્રીય પંચની ભલામણ

  કેન્દ્રીય માહિતી પંચ (CIC) દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મોટી ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી પરિણામ…

 

કેન્દ્રીય માહિતી પંચ (CIC) દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષાના પરિણામોમાં પારદર્શિતા વધારવા માટે એક મોટી ભલામણ કરવામાં આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી પરિણામ જાહેર કરતી વખતે ઉમેદવાર કઈ મુખ્ય શ્રેણી (જેમ કે SC, ST અથવા OBC)માંથી આવે છે તેની જ વિગતો આપવામાં આવતી હતી. પરંતુ હવે CIC એ સૂચન કર્યું છે કે અંતિમ પસંદગી યાદીમાં ઉમેદવારની મુખ્ય શ્રેણીની સાથે તેની પેટા જ્ઞાતિ (જીબ-ભફતયિં)નો પણ ઉલ્લેખ કરવો જોઈએ. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે અનામત નીતિનો ખરેખર લાભ સમાજના એવા વર્ગો સુધી પહોંચે છે કે જેઓ હજુ પણ પછાત છે. ઘણીવાર એવું બને છે કે મુખ્ય શ્રેણીની અંદર અમુક જ જ્ઞાતિઓ વધુ લાભ મેળવતી હોય છે, જ્યારે અન્ય પેટા જ્ઞાતિઓ વંચિત રહી જાય છે. જો પરિણામોમાં આ વિગતો જાહેર કરવામાં આવે, તો અનામતના લાભોનું વિતરણ કેટલું સચોટ અને સમાન છે તેનું ચોકસાઈથી મૂલ્યાંકન કરી શકાશે.

આ ભલામણ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, એક વ્યક્તિએ RTI (માહિતી અધિકાર) હેઠળ વર્ષ 1995ની UPSC પરીક્ષામાં ઈંઅજ તરીકે પસંદ થયેલા ઉમેદવારોની જ્ઞાતિવાર માહિતી માંગી હતી. જોકે, સરકારી વિભાગે જવાબ આપ્યો કે તેમની પાસે માત્ર SC, ST અને OBC જેવી મુખ્ય શ્રેણીઓનો જ ડેટા છે, કઈ પેટા જ્ઞાતિના કેટલા ઉમેદવારો છે તેની કોઈ વિગત ઉપલબ્ધ નથી.

કેન્દ્રીય માહિતી પંચે આ બાબત પર ભાર મૂકતા જણાવ્યું છે કે, જો પેટા જ્ઞાતિની વિગતો પણ જાહેર કરવામાં આવે, તો તેનાથી એ ચોકસાઈપૂર્વક જાણી શકાશે કે અનામતનો લાભ ખરેખર સમાજના દરેક નાના-મોટા અને વિવિધ સમુદાયો સુધી પહોંચી રહ્યો છે કે નહીં.

હાલમાં UPSCના પોર્ટલ પર વર્ષ 2017 પછીની પરીક્ષાઓનો ડેટા માત્ર સામાન્ય શ્રેણીઓ (જેમ કે SC, ST, OBC) મુજબ જ ઉપલબ્ધ છે, જેમાં પેટા જ્ઞાતિનો કોઈ ઉલ્લેખ નથી. માહિતી પંચનું માનવું છે કે, આ નવી વ્યવસ્થા લાગુ થવાથી સરકાર માટે સામાજિક ન્યાયના કાર્યો કરવા અને અનામત નીતિને વધુ મજબૂત બનાવીને યોગ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ ઘણું સરળ બની જશે. પોતાના આદેશમાં CIC એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ’પસંદ થયેલા ઉમેદવારોની અંતિમ યાદીમાં SC, ST, OBC જેવી શ્રેણીઓની સાથે પેટા જ્ઞાતિની વિગતો પણ સામેલ કરવામાં આવે, જેથી પારદર્શિતા સુનિશ્ચિત થઈ શકે.’