જો કે મુંબઇ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે
ધર્મશાળામાં ગઇકાલે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે રોમાંચક મેચ રમાઈ ગઈ. જ્યાં તિલક વર્મા અને વિલ જેક્સની ઈનિંગ્સના દમ પર મુંબઈ ઈંડિયંસે પંજાબને 6 વિકેટથી હરાવી દીધું. આ ટૂર્નામેન્ટમાં પંજાબની સતત પાંચમી હાર છે. એક સમયે એવું લાગતું હતું કે પંજાબની ટીમ આ મેચ સરળતાથી જીતી જશે, પણ છેલ્લી ઓવર્સમાં તિલક વર્મા અને વિલ જેક્સે ધમાકેદાર બેટિંગ કરીને આખી મેચ જ પલટાવી દીધી. છેલ્લી ઓવર શરૂૂ થવા પર પંજાબને જીત માટે 15 રન જોઈતા હતા, જે મુંબઈએ મેળવી લીધા. આ રીતે મુંબઈએ મેચને 6 વિકેટથી જીતી લીધી હતી.
પંજાબની આ સતત 5મી હાર છે. મુંબઈ માટે આ મેચના વિજેતા તિલક વર્મા અને વિલ જેક્સ રહ્યા. બંનેએ જોરદાર બેટિંગ કરીને મુંબઈને શાનદાર જીત અપાવી. આ મેચમાં મુંબઈની કેપ્ટનશીપ જસપ્રીત બુમરાહે કરી હતી. જોકે, મુંબઈ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 200 રનના ચેઝમાં મુંબઈએ શાનદાર શરૂૂઆત કરી હતી અને પાવરપ્લે (પ્રથમ 6 ઓવર્સ)માં 59 રન બનાવ્યા. પરંતુ 23 બોલમાં 48 રન ફટકાર્યા બાદ રાયન રિકેલ્ટન અજમતુલ્લાહ ઓમરઝઈની બોલ પર આઉટ થયો. નંબર 3 પર બેટિંગ કરવા આવેલા નમન ધીર (9) પણ માર્કો જાનસનના બોલિંગ પર ઝડપથી પેવેલિયન પરત ફર્યા. એ પછી લાગ્યું કે રોહિત લાંબી ઇનિંગ્સ રમશે, પણ તે યુઝવેન્દ્ર ચહલની સ્પિનમાં ફસાઈને ક્લીન બોલ્ડ થયો.
રોહિતે 26 બોલમાં 25 રન બનાવ્યા. આ રીતે મુંબઈનો સ્કોર 88/3 થયો. ત્યારબાદ શેરફેન રધરફોર્ડ અને તિલક વર્માએ મળીને 61 રન જોડ્યા. પણ રધરફોર્ડ ઓમરઝઈની બોલ પર જેવિયર બાર્ટલેટને કેચ આપી બેઠો. આ રીતે મુંબઈનો સ્કોર 149/4 થયો. જોકે ત્યારબાદ વિલ જેક્સ અને તિલક વર્માએ પોતાની ટીમને જીતાડીને જ પેવેલિયન પરત ફર્યા. વિલે 10 બોલમાં નોટઆઉટ 25 રન બનાવ્યા, જ્યારે તિલક વર્માએ 33 બોલમાં નોટઆઉટ 75 રન ફટકાર્યા હતા.
અંતિમ 3 ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પંજાબના નામે
આઈપીએલ 2026ની 58મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં એક અકલ્પનીય સિદ્ધિ હાંસલ કરી છે. પંજાબના બેટ્સમેનોએ મેચના અંતિમ તબક્કામાં એવી ફટકાબાજી કરી કે આઈપીએલના ઈતિહાસનો 16 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી થઈ ગયો. પંજાબ કિંગ્સે અંતિમ 3 ઓવરમાં રનનો એવો પહાડ ખડક્યો જે અગાઉ કોઈ ટીમ કરી શકી નહોતી. પંજાબે આ મેચમાં 7 વિકેટ ગુમાવી હોવા છતાં છેલ્લી 3 ઓવરમાં 53 રન ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે પંજાબ કિંગ્સ 7 કે તેથી વધુ વિકેટ ગુમાવ્યા બાદ અંતિમ 180 સેક્ધડના ખેલમાં (છેલ્લી 3 ઓવર) સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે.
