અમદાવાદમાંથી રૂ.14.16 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ પડકાયો

નરોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન, સપ્લાયરની શોધખોળ ગુજરાતને નશામુક્ત કરવા અને ડ્રગ્સ માફિયાઓ નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદની નરોડા પોલીસને એક…

નરોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન, સપ્લાયરની શોધખોળ

ગુજરાતને નશામુક્ત કરવા અને ડ્રગ્સ માફિયાઓ નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદની નરોડા પોલીસને એક બહુ મોટી સફળતા મળી છે. નરોડા પોલીસે હાઈવે પર વોચ ગોઠવીને કરોડો રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું અત્યંત નશાકારક મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 14.16 કરોડની કિંમતનો ડ્રગ્સનો આ જથ્થો જપ્ત કરીને ડ્રગ નેટવર્કના એક મુખ્ય સાગરીતની ધરપકડ કરી લીધી છે.

મળતી વિગતો અનુસાર, નરોડા પોલીસને બાતમી મળી હતી કે હાઈવે પરથી નશાના કારોબારની મોટી હેરાફેરી થવાની છે. જેના આધારે પોલીસે નરોડા હાઈવે પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને મુંબઈના રહેવાસી સાજીદ શેખ નામના શખ્સને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી અંદાજે આશરે 7 કિલો મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં શુદ્ધ ડ્રગ્સનો જથ્થો જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.