ખોડિયારનગરમાં યુવતીઓની છેડતી કરવાની ના પાડ્યાનો ખાર રાખી યુવાન પર બેલડીનો હુમલો

શહેરમાં 80 ફુટ રોડ પર આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં ઘર પાસે યુવતીઓની છેડતી કરવાની ના પાડયાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો…

શહેરમાં 80 ફુટ રોડ પર આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં ઘર પાસે યુવતીઓની છેડતી કરવાની ના પાડયાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીેસમાંથી જાણવા મળતી વિગત મુજબ 80 ફુટ રોડ પર આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં રહેતો મોહીત મુકેશભાઇ સોલંકી નામનો 18 વર્ષનો યુવાન રાત્રીના દશેક વાગ્યાના અરસામાં પોતાનું બાઇક લઇ રામનગર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પદીયા અને તેની માતાએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમીક પુછપરછ માટે મોહીત સોલંકીને પોતાના ઘર પાસે બે દિવસ પુર્વે પદીયો યુવતીઓની છેડતી કરતો હતો એ અંગે ટપાર્યો હતો અને યુવતીઓની છેડતી કરવાની ના પાડી હતી. જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં માયાણીનગર આવાસ કવાટરમાં રહેતા અમરજીત હીરાભાઇ નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના સમયે પોતાના ઘર પાસે હતો ત્યારે અમરજીત અને ગોવિંદ નામના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.