સિવિલમાં MRIની ફિલ્મ ખલાસ, માત્ર રિપોર્ટનો આધાર

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ છાસવારે વિવાદોમાં સપડાથી રહે છે. ડોકટરોની આડોડાઇ, ઉંદરોનો ત્રાસ, વિવિધ કામોમાં કટકી, દર્દીઓને હેરાનગતી સહિતના વિવાદો અને ફરિયાદો વચ્ચે…

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ છાસવારે વિવાદોમાં સપડાથી રહે છે. ડોકટરોની આડોડાઇ, ઉંદરોનો ત્રાસ, વિવિધ કામોમાં કટકી, દર્દીઓને હેરાનગતી સહિતના વિવાદો અને ફરિયાદો વચ્ચે હવે સિવિલ હોસ્પિટલમાં એમ.આર.આઇની ફિલ્મની સપ્લાય કોન્ટ્રાક્ટરે બંધ કરી દેતા ફિલ્મ વગર જ માત્ર રિપોર્ટના આધારે ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ હોવાની ચોકવનારી વિગતો બહાર આવી છે.

મળતી માહિતી મુજબ રાજય સરકારે ગ્રાન્ટ નહીં ફાળવતા સિવિલ હોસ્પિટલમાં વિવિધ મેડિકલ સાઘનો અને દવા સપ્લાય કરતા અનેક સપ્લાયરોના પેમેન્ટ લટકી ગયા છે અને તેના કારણે એમ.આર.આઇની ફિલ્મના સપ્લાયરે ગત શનિવારથી ફિલ્મની સપ્લાય જ બંધ કરી દેતા હોસ્પિટલના એમ.આર.આઇ વિભાગ દ્વારા દર્દીઓને એમ.આર..આઇ કર્યા બાદ તેની ફિલ્મના બદલે માત્ર રિપોર્ટ પકડાવી દેવામાં આવે છે.

સામાન્ય રીતે એક એમ.આર.આઇ કરવામાં આવે તો તેમાં ત્રણ ફિલ્મની જરૂર પડે છે. સિવિલ હોસ્પિટલના પી.એમ.જે.વાય બિલ્ડિંગમાં એમ.આર.આઇનુ મશીન કાર્યરત છે અને કાર્ડ ધારોકને મફત તથા અન્ય દર્દીઓને રૂા.2 હજારમાં એમ.આર.આઇ કરી આપવામાં આવે છે.

પરંતુ સપ્લાયરનુ લાખો રૂપિયાનુ પેમેન્ટ ચડી જતા તેણે એમ.આર.આઇની ફિલ્મની સપ્લાય અટકાવી દીધાનુ જાણવા મળે છે.હોસ્પિટલના સતાવાર સુત્રોનુ કહેવુ છે કે, સરકારમાંથી ગ્રાન્ટ આવી નથી પરિણામે પેમેન્ટ કરી શકાયુ નથી હાલ દરરોજ સરેરાશ 20 એમ.આર.આઇ કાઢવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ પણ સિનિયરોના બદલે જુનિયરો બનાવે છે!
સિવિલ હોસ્પિટલમાં એમ.આર.આઇ વિભાગમાં અણઘડ વહિવટ ચાલી રહ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી છે. સામાન્ય રીતે એમ.આર.આઇનો રિપોર્ટ સિનિયર ડોકટરોએ કરવાનો હોય છે. પરંતુ સિનિયરો કામ ઠેકાડતા હોવાથી જૂનિયરો રિપોર્ટ તૈયાર કરે છે અને તેના કારણે ઘણી વખત રિપોર્ટમાં પણ ભૂલો રહી જતી હોવાનુ ધ્યાને આવ્યુ છે.