કોડીનારના વલાદર ગામે યુવકનો શિકાર કરનારી આદમખોર સિંહણ આખરે પાંજરે પુરાઇ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે 30 વર્ષીય મહેશ રાઠોડ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે. યુવકના મોતની…

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે 30 વર્ષીય મહેશ રાઠોડ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઈ છે. યુવકના મોતની ઘટના બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને સિંહણને પકડવા માટે અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવી કાર્યવાહી શરૂૂ કરી હતી. સતત કવાયત બાદ સિંહણ પકડાતાં વન વિભાગની ટીમ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ ઘટનાથી વલાદર ગામ અને આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. જંગલી પ્રાણીના હુમલામાં યુવાનનું મોત થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સિંહણને પકડવા માટે જામવાળા વન વિભાગે વિવિધ સ્થળોએ પાંજરાં ગોઠવી દેખરેખ વધારી હતી. આખરે સિંહણ પાંજરે પુરાતાં ગામલોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.