Site icon Gujarat Mirror

માતાએ ઘર છોડ્યું, પિતા પણ ગૂમ થતા સુરતમાં મઝબૂર દીકરીનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાત

ભાઇના નામે હૃદયદ્રાવક સ્યુસાઇટ નોટ લખી

સુરત જેવા વ્યસ્ત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બાળકો અને કિશોરો પણ પોતાનો જીવ આપી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં વરાછા વિસ્તારમાં રહેતી ધોરણ 12 કોમર્સની એક વિદ્યાર્થિનીએ ફૂલપાડા રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવીને જીવન ટુંકાવી લીધું છે. આ ઘટનાએ પરિવાર અને આસપાસના લોકોને ગહન આઘાતમાં નાખી દીધા છે.

આ વિદ્યાિ1ર્થનીનું નામ દ્રષ્ટિ હતું. તે મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગઢડાની વતની હતી અને પરિવાર સાથે સુરતના રત્નજી પાર્કમાં રહેતી હતી. તેના પિતા શૈલેષભાઈ હીરાના કારખાનામાં કારીગર તરીકે કામ કરે છે. પરિવારમાં મોટો ભાઈ ધ્રુવીન પણ છે. કેટલાક સમય પહેલાં કોઈ કારણોસર માતા ઘર છોડીને ચાલી ગઈ હતી, જેના કારણે દ્રષ્ટિ માનસિક રીતે પરેશાન રહેતી હતી.

દ્રષ્ટિ તાજેતરમાં શાળાના પ્રવાસે ગઈ હતી. શાળાના પ્રવાસમાંથી પરત ફરી ત્યારે તેને ખબર પડી કે તેના પિતા પણ બે દિવસથી ઘરે નથી આવ્યા અને ગુમ છે. આ સમાચારથી તે ગમગીન થઈ ગઈ. પરિવારે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. માતા બાદ પિતા પણ છોડીને જતાં રહ્યા હોવાનું માંની દ્રષ્ટિ બપોરે તાપીમાં પડવા માટે ઘરેથી નીકળી ગઈ હતી.

દ્રષ્ટિએ આપઘાત પહેલા રડાવી દે તેવી સ્યૂસાઈડ નોટ ભાઈના નામે છોડી હતી. સ્યૂસાઈડ નોટ જોઈને તેનો ભાઈ તેને બચાવવા માટે દોડ્યો હતો, પરંતું મોટોભાઈ પહોંચે તે પહેલા તો દ્રષ્ટિએ તાપી નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરી લીધું હતું.

દ્રષ્ટિએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું: તમે તમારું ધ્યાન રાખજો. મારી ચિંતા ના કરતા અને પપ્પા પણ મળી જશે. હું કહીશ મારા ઠાકોરજીને એ ગોતી લેશે ચલો, તમને કોઈ વધારે ચિંતા નથી આપવી, હું તાપીમાં છલાંગ લગાવું છું. જો ગોતવી હોય તો ત્યાં જ ગોતજો. કોઈ રડશો નહીં અને મને યાદ ના કરતા. તમે બધા ખુશ રહેજો. પપ્પા આવે તો કહેજો કે એની દીકરી એને ખૂબ યાદ કરતી હતી અને એના વગર રહી શકતી નહોતી. ભાઈ, બા ને સાચવજે, હવે તું જ એમનો સહારો બનજે. હું ઉપર જઈને પપ્પાને શોધીશ કે એ ક્યાં છે અને મને છોડીને કેમ ગયા Bye bye, miss you all, daddy your girl always loves you.

 

Exit mobile version