Site icon Gujarat Mirror

પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ

 

જામનગર માં રહેતો એક યુવાન આજે સવારે એક્ટિવા સ્કૂટર માં પોતા ના માતા ને પાછળ શીટ માં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા હતા, ત્યારે રસ્તામાં સ્કૂટર રોડથી નીચે સાઇડમાં ઉતરી જતાં પાછળ બેસેલા માતા ઉથલી પડ્યા હતા, અને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ થયું હતું.જામનગર માં એરફોર્સ – 2 માર્ગે શિવમ સોસાયટીમાં રહેતા રાહુલ પરસોતમભાઈ સાવલિયા (34) આજે સવારે પોતાના માતા મંજુલાબેન (60) ને એક્ટિવામાં પાછલી સીટમાં બેસાડીને જામનગરથી મોટા થાવરિયા ગામેં જતા હતા, ત્યારે ઠેબા ગામ નજીક સ્કૂટર રોડ થી નીચે ઉતરી જઇ સ્લિપ થઈ જતાં મંજુલાબેન નીચે પટકાયા હતા.અને તેઓને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે રાહુલ સાવલિયાએ પોલીસમાં જાણ કરતાં જમાદાર બી.એચ. લાંબરિયા એ બનવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલમાં દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version