Site icon Gujarat Mirror

ઉપલેટામાં માતા-પુત્ર ઉપર સગી પુત્રી અને પિતાનો હુમલો

ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા યુવક અને તેની માતા ઉપર ટેનીસ સગી બહેન અને પિતાએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવકની પત્ની અને બહને વચ્ચે ઘરકામ બાબતે થયેલી બોલાચાલી બાદ વચ્ચે પડેલ યુવકની માતા ઉપર બહેન અને પિતાએ હુમલો કર્યો હતો.

ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ દિલીપસિંહ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બહેન હેતલબા દીલીપસિંહ ચુડાસમા પિતા દીલીપસિંહ માધવસંગ ચુડાસમાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રવીણસિંહ પરીવાર સાથે રહે છે પિતા દીલીપસિંહને સંતાન માં બે પુત્રી અને એક પુત્ર છે જેમાં મોટા બેન અમીબા જેમના લગ્ન અન ભાવનગ2 ખાતે થયેલ છે અને હાલ તે મહારાષ્ટ્ર રહે છે . તેનાથી નાની બહેન હેતલબા જેમના લગ્ન થયા નથી અને તે હાલે રાજકોટ ખાતે રહે છે અને વાર તહેવારે ઉપલેટા આવે છે જયારે સૌથી નાના પ્રવીણસિંહ છે. તેમના પત્નિનું નામ કોમલબા છે.

તા.04/ 8/2025 ના રોજ બહેન હેતલબા રાજકોટથી રે આવેલ પ્રવીણસિંહ પોતાની પુત્રીની સ્કૂલમાં સ્પર્ધા હોય ત્યારે દંપતી દીકરી તથા સ્કુલે જતો રહેલ. ત્યારે તેમના પત્નીના ફોનમાં પાડોશીનો ફોન આવલ અને કહેલ કે, તમારા સાસુ કુસુમબાને તમારા સસરા માર મારે છે તમે તાત્કાલિક ઘરે આવો. જેથી દંપતી ઘરે પહોચતા માતાએ કહેલ કે તમે સ્કુલે ગયા બાદ બહેને કોમલ ક્યાં છે મારે બધુ કામ કરવાનું છે. એમ કહી મારી સાથે ગાળાગાળી કરવા ઝગડો કર્યો હતો.

અને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા આ વાત કરતા હતા તેવામા પિતા ઘરમાં રહેલ લાકડી લઇ આવી માર મારવા લાગેલ પુત્ર પ્રવીણસિંહ વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો. જેથી બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version