Site icon Gujarat Mirror

ફૂવાના દુષ્કર્મનો ભોગ બનેલી 16 વર્ષની સગીરાના ગુપ્તાંગમાં માતા-બહેને મરચાંની ભૂકી નાખી દીધી

રાજકોટની સંસ્થામાં રહેતી સગીરાની ફરિયાદને આધારે લોધિકા પોલીસમાં ગુનો નોંધાયો

લોધિકા પંથકની અને હાલ રાજકોટની એક સામાજિક સંસ્થામાં રહેતી એક 16 વર્ષની સગીરા ઉપર તેના સગા ફુવાએ દૂષ્કર્મ આચર્યું હતું અને સગીરા કુંવારી માતા બની હતી, ફુવા સાથે સંબંધ નહીં રાખવાનું કહી સગીરાને તેની સગી બહેને અને માતા મારકૂટ કરી મોટી બહેન અને પાંચ છ અજાણી મહિલાએ મારમારી સગીરાના ગુપ્તભાગમાં મરચાંની ભૂકી છાંટી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.

ભોગ બનનાર 16 વર્ષની સગીરાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની માતા, તેની સગી મોટી બહેન અને પાડોશમાં રહેતી પાંચ છ અજાણી મહિલાનું નામ આપ્યું છે. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લોધિકા પંથકના એક ગામમાં પોતે પોતાના પરિવાર સાથે રહેતી હતી ત્યારે તેના સગા ફુવાએ બે વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તે ગર્ભવતી બની હતી ગત ફેબ્રુઆરી મહિનામાં સગીરાએ તેના વતન પંથકની એક સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. દુષ્કર્મ બાબતે સગીરાના પિતાએ તેના ફુવા સામે લોધિકા પોલીસ સ્ટેશનમાં જેતે સમયે ફરિયાદ નોંધાવી હતી અને બાળકને તેના વતનની ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યું હતું.

ગત તા.1 ઓગસ્ટના સગીરા દુષ્કર્મ કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટમાં હાજર થઇ હતી ત્યારે સગીરાએ તેના માતા-પિતાના ઘરે જવાની ના કહેતા સગીરાને રાજકોટની સંસ્થામાં મોકલી દેવામાં આવી હતી.

સગીરાએ લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, પ્રસૂતિ બાદ પોતે વતનમાં તેના ઘરે હતી ત્યારે તેની માતા, મોટી બહેન અને પાડોશમાં રહેતી પાંચ છ મહિલાઓ ઘરમાં ધસી આવી હતી અને ગાળો ભાંડી ફુવા સાથે સંબંધ નહીં રાખવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મોટી બહેને સગીરાને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ સગીરાને તેની માતા અને અજાણી મહિલાઓએ પકડી રાખી હતી અને મોટી બહેને સગીરાના ગુપ્તભાગમાં મરચાંની ભૂકી છાંટી દીધી હતી. સગીરાએ ફરિયાદમાં એમપણ જણાવ્યું હતું કે, વતનમાં તેની સાથે આવું કૃત્ય થયું હતું અને તેની જનેતા અને મોટી બહેને જ આવું કર્યું હોય તેઓ વધુ શારીરિક નુકસાન પહોંચાડે તેવી ભીતિ હોવાથી પોતે જેતે સમયે ચુપ રહી હતી, પરંતુ ગોંડલ કોર્ટમાં કેસના કામે પહોંચી ત્યારે ઘરે જવાનો ઇનકાર કરતાં રાજકોટની સંસ્થામાં તેને મોકલવામાં આવી હતી અને પોતે સુરક્ષિત થતાં હવે માતા અને બહેન સામે ફરિયાદ કરી હતી.

Exit mobile version