Site icon Gujarat Mirror

HMAIની હોમિયોપેથી મહારેલીમાં 1500થી વધુ ડોકટરો- છાત્રો જોડાયા

“વર્લ્ડ હોમિયોપેથિક ડે” ના ઉપલક્ષમાં લોકોમાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે જાગૃતિ લાવવાના હેતુથી HMAI(હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા) રાજકોટ બ્રાન્ચ દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે ઐતિહાસિક વોક ફોર હોમિયોપેથી મહારેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500 થી વધુ હોમિયોપેથીક ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધી હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (HMAI) એ દેશના લાયકાત ધરાવતા હોમિયોપેથિક તબીબોની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થા છે. HMAI ની રાજકોટ બ્રાન્ચ સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા, મેડિકલ કેમ્પ યોજવા, તબીબોના જ્ઞાનવર્ધન માટે સતત શૈક્ષણિક સેમિનાર (CME) યોજવા અને હોમિયોપેથીના પ્રચાર-પ્રસાર માટે સક્રિયપણે અને નિ:સ્વાર્થભાવે કાર્યરત છે. (તસવીર : મુકેશભાઈ રાઠોડ)

Exit mobile version