Site icon Gujarat Mirror

ગેસના ભાવ વધતા મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધી

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની સીધી અસર મોરબીના ઉદ્યોગો પર જોવા મળી હતી અને માર્ચ મહિનામાં જ મોટાભાગની સિરામિક ફેકટરીઓએ 25 દિવસથી 1 મહિનાનું વેકેશન જાહેર કરી દીધું છે જોકે સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે યુદ્ધની આગને પગલે ગુજરાત ગેસે ભાવમાં લગભગ ડબલ જેટલો વધારો કરી નાખ્યો છે જેથી ફેકટરીઓ શરુ થયા બાદ પણ ઉંચી પડતર કીમતને કારણે વેપાર કરવો મુશ્કેલ બની જશે.

મોરબી વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાતે જણાવ્યું હતું કે મોરબી સિરામિકના 500 જેટલા યુનિટોએ વેકેશન જાહેર કરી દીધું છે જેને પગલે મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય રાજ્યના લાખો શ્રમિકો તેમજ હજારો સ્થાનિકોની રોજગારીને અસર પહોંચી છે માંડ 50 જેટલા એકમો જેને ગુજરાત ગેસ સપ્લાય આપી રહ્યું છે તે હાલ ચાલુ છે દરમિયાન 1 એપ્રિલથી ગેસ આપવા ગુજરાત ગેસે સહમતી આપી છે પરંતુ ગેસના ભાવો 85 થી 88 રૂૂપિયા સુધી લેવામાં આવશે એટલે કે અગાઉ ગેસનો ભાવ હતો તેમાં બમણો વધારો થઇ ગયો છે.

હાલ સિરામિક એકમો બંધ જ છે પરંતુ ગેસના ભાવો વધતા પડતર ઉંચી થઇ જશે સિરામિક ટાઈલ્સ ઉત્પાદનમાં લગભગ 35 ટકા ખર્ચ ફયુલનો હોય છે અને ગેસના ભાવને પગલે હવે સિરામિક ઉદ્યોગ ચીન સાથે સ્પર્ધામાં નહિ ટકી સકે ઉત્પાદન ખર્ચ વધી જતા એક્સપોર્ટને અસર પડશે હાલ ઉદ્યોગપતિઓ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે અને 15 તારીખ સુધી સિરામિક ઉદ્યોગ પુન: શરુ થાય તેવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી.

મોરબી મનપા ચૂંટણી માટે શુક્રવારે ભાજપ સેન્સ લેશે
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી 2026ની તૈયારીના ભાગરૂૂપે મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે તા. 03 ને શુક્રવારે કમલમ કાર્યાલય, મોરબી શકત શનાળા ખાતે ભાજપની સેન્સ લેવાશે. જેમાં સવારે 10થી 11 સુધી વોર્ડ 1 અને 2, સવારે 11થી 12 સુધી વોર્ડ 3 અને 4, બપોરે 12થી 1 સુધી વોર્ડ 5 અને 6 તેમજ બપોરે 2થી 3 વોર્ડ 7 અને 8, બપોરે 3થી 4 સુધી વોર્ડ 9 અને 10, સાંજે 4થી 5 સુધી વોર્ડ 11 અને 12 તેમજ સાંજે 5 થી 6 સુધી વોર્ડ નં 13 માટે સેન્સ લેવાશે.

Exit mobile version