ગાંધી જયંતિએ રાજકોટ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનું આયોજન

2 ઓક્ટોબરે જિલ્લાભરની સરકારી કચેરીઓ અને ગ્રામ પંચાયતોમાં સફાઈ ઝુંબેશ યોજાશે ગાંધી જયંતીના પાવન અવસર નિમિત્તે આગામી 2 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં મેઘા સફાઈ અભિયાનનું…

2 ઓક્ટોબરે જિલ્લાભરની સરકારી કચેરીઓ અને ગ્રામ પંચાયતોમાં સફાઈ ઝુંબેશ યોજાશે

ગાંધી જયંતીના પાવન અવસર નિમિત્તે આગામી 2 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં મેઘા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.આ સફાઈ અભિયાન અંતર્ગત કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓ, જૂની કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ ખાતે સઘન સફાઈ કામગીરી કરવામાં આવશે. કચેરીઓના પરિસર, આસપાસના વિસ્તારો તેમજ જાહેર ઉપયોગના સ્થળોએ સફાઈ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધી જયંતીના દિવસે નગર સફાઈ ઝુંબેશના ભાગરૂૂપે રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવાનો આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો તેમજ વિવિધ સરકારી કચેરીઓને પણ આવરી લેવામાં આવશે.આ સમગ્ર મેઘા સફાઈ અભિયાનનું આયોજન રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને જરૂૂરી કામગીરી સોંપવામાં આવશે.

ગાંધી જયંતીના દિવસે યોજાનારા આ સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સરકારી કચેરીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા સાથે નાગરિકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો રહેશે. વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સફાઈ કામગીરીમાં જોડાશે.રાજકોટ જિલ્લામાં એકસાથે અનેક સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અંગેનું વાતાવરણ ઊભું કરવાની દિશામાં આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે. ગ્રામ પંચાયતથી લઈને જિલ્લા કક્ષાની કચેરીઓ સુધી સફાઈ કામગીરી હાથ ધરવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.