Site icon Gujarat Mirror

મોરબી PGVCLના મહિલા અધિકારીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીની પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી-2 માં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને અગાઉ પટાવાળા તરીકે નોકરી કરી ચુકેલા શખ્સે ઓફિસમાં ઘૂસી, જાહેરમાં બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીPGVCLમાં ફરજ બજાવતા મહિલા અધિકારીએ આરોપી અનિલ મુળજીભાઈ સોલંકી રહે. મોરબીવાળા વિરૂૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી વિરુદ્ધ છેડતી તેમજ ધમકી બાબતેની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી પોતાની પીજીવીસીએલની કચેરી ખાતે ફરજ પર હતા ત્યારે આરોપીએ વારંવાર ફોન તેમજ મેસેજ કરતા ફરીયાદીએ ફોન ના ઉપાડતા ફરીયાદીની ઓફીસ અંદર ફરીયાદી પાસે જવા માંગતા હોય પરંતુ સિકયુરીટી ના માણસોએ આરોપીને ઓફીસમા નહી જવા દેતા તેઓની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ફરીયાદીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હુમલો
મોરબી શહેરના રવાપર-ધૂનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ પાસે ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા યુવક પર સ્થાનિક કાફેના મેનેજર અને માલિકે પ્લાસ્ટિકના પાઈપ અને ઢીકાપાટુ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ જીઆઇડીસી પંચવટી સોસાયટી કંકુ હાઈટસ ફ્લેટ નંબર -201 માં રહેતા માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડીયા (ઉ.વ.18) એ આરોપી આશીષભાઈ કાર્ગો કેફેના મેનેજર રહે.

મોરબી તથા હિરેનભાઈ કાર્ગો કેફેના પાર્ટનર રહે. મોરબીવાળા વિરૂૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામાં ફરીયાદી રવાપર ઘુનડા રોડ પર રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટની બહાર જગ્યામા ફરીયાદ તેના મિત્રની પાર્ટી પતાવી ત્યા બાજુમા આવેલ કાર્ગો કેફે નામની નાસ્તાની હોટેલમાં હાથ ધોવા માટે ગયેલ ત્યારે ત્યાના મેનેજર આશીષભાઈ સાથે ફરીયાદીને બોલાચાલી થતા આશિષભાઈ ફરીયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારેલ હોય તેમજ ત્યાના શેઠ હીરેનભાઈએ આવીને ફરીયાદીને પ્લાસ્ટિકના પાઈપ વડે માથામા તેમજ ડાબા પગના સાથળ પાસે અને ચહેરા ઉપર મુંઢ ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version