Site icon Gujarat Mirror

મોરબી મહાપાલિકાનું સીમાંકન જાહેર, 50% બેઠક મહિલા માટે અનામત

 

મોરબી મહાનગરપાલિકાની ચુંટણી પૂર્વે વોર્ડનું સીમાંકન અને અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે રાજ્ય ચુંટણી પાંચ દ્વારા વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવ્યો છે મહાનગરપાલિકામાં 52 બેઠક પૈકી 26 સ્ત્રીઓ માટે અનામત રહેશે 4 બેઠક અનુ.જાતી અને 14 પછાત વર્ગ માટે અનામત રહેશે તેમજ 17 બેઠકો સામાન્ય રહેશે.

રાજ્ય ચુંટણી પંચે વર્ષ 2011 ની વસ્તી ગણતરીના પ્રસિદ્ધ થયેલ આંકડા મુજબ મહાનગરપાલિકા વિસ્તારની કુલ વસ્તી 2,67,724 જાહેર કરી છે અને 13 વોર્ડમાં મહાપાલિકાને વહેંચવામાં આવી છે વોર્ડની સરેરાશ વસ્તી 20,500 આસપાસ રહેશે.

અનામત બેઠકોની વાત કરીએ તો વોર્ડ 1 માં પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય સ્ત્રી, તેમજ બે સામાન્ય રહેશે વોર્ડ 02 માં પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય સ્ત્રી, અનુ.જાતી અને સામાન્ય બેઠક રહેશે વોર્ડ 03 માં સામાન્ય સ્ત્રી, સામાન્ય સ્ત્રી, પછાત વર્ગ અને સામાન્ય બેઠક રહેશે, વોર્ડ 04 માં પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય સ્ત્રી, અનુ.જાતી અને સામાન્ય બેઠક રહેશે, વોર્ડ નં 05 માં અનુ.જાતી સ્ત્રી, સામાન્ય સ્ત્રી, પછાત વર્ગ અને સામાન્ય રહેશે.

વોર્ડ 06 માં પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય સ્ત્રી, અને બે બેઠક સામાન્ય રહેશે, વોર્ડ 07 માં પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય સ્ત્રી અને બે બેઠક સામાન્ય રહેશે, વોર્ડ 08 માં બે બેઠક સામાન્ય સ્ત્રી, પછાત વર્ગ અને એક બેઠક સામાન્ય રહેશે.

વોર્ડ 09 માં પછાત વર્ગ સ્ત્રી, સામાન્ય સ્ત્રી અને બે બેઠક સામાન્ય રહેશે વોર્ડ 10 માં બે બેઠક સામાન્ય સ્ત્રી, પછાત વર્ગ 01 બેઠક અને એક બેઠક સામાન્ય રહેશે વોર્ડ 11માં બે બેઠક સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ અને એક સામાન્ય રહેશે.

વોર્ડ 12માં પછાત વર્ગ સ્ત્રી 01 બેઠક, સામાન્ય સ્ત્રી 01 બેઠક અને 01 પછાત વર્ગ તેમજ 01 સામાન્ય રહેશે, તેમજ વોર્ડ 13 માં 01 બેઠક અનુ.જાતી સ્ત્રી, 01 સામાન્ય સ્ત્રી, 01 પછાત વર્ગ અને 01 સામાન્ય રહેશે.

Exit mobile version