Site icon Gujarat Mirror

માળિયાના મોટાદહીંસરા ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત

 

માળિયા (મિ)નાં મોટાદહીંસરા ગામે યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા (મિ)નાં મોટાદહીંસરા ગામે પ્રભાતભાઇ ચંદુભાઇ આહીરની વાડીએ રહેતા નરશીભાઇ ભેરુભાઇ વસુનીયા ઉ.વ.38 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

મોરબીના મકનસર ગામે પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓના કારણે એક યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મકનસર ગામ પાસે થયેલ વાહન અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા હરીકૃષ્ન પ્રમોદ ઘેના ઉ.વ 32 રહે અપેક્ષ કારખાનાના લેબર ક્વારટરમા નું મૃત્યુ થયું હતું. પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

ટંકારાના ઘુનડા ગામના સ્મશાનની બાજુમાં એક યુવાનનો મૃતદેહ મળતા પોલીસે તેની ઓળખ કરાવી મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઘુનડા ગામના સ્મશાનની બાજુમાં આવેલ અવેડા પાસે કિશોરભાઈ અલુભાઈ આંકરીયા ઉવ.35 રહે.ડુંગરપુર તા.હળવદ મુળરહે.ભીમગુડા ગામ તા.વાંકાનેર વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના મોટાભાઈ શંકરભાઈએ મૃતકની ઓળખ કરી મૃતક રખડતું ભટકતું જીવન જીવતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Exit mobile version