સ્વભંડોળના રૂા.22.83 કરોડનો સમાવેશ, આવક સામે ખર્ચમાં વધારો નોંધાયો
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારેઘી અને સચિવ તથા જિલ્લા વિકાસ અધિકારી એન.એસ ગઢવી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2025-26નું સુધારેલ અંદાજપત્ર અને વર્ષ 2026-27નું નવું અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2026-27માટે કુલ રૂૂપિયા 776 કરોડ 97 લાખનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળના રર કરોડ 83 લાખના બજેટનો પણ સમાવેશ થાય છે. આ બજેટને મંજૂરી મળી છે.
આ સામાન્ય સભામાં મોરબી જિલ્લાના વિકાસને લગતા વિવિધ કાર્યસૂચિના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વના મુદ્દા તરીકે મોરબી જિલ્લા પંચાયતનું સને 2025-26 નું સુધારેલ અને આગામી સને ર0ર6-27 નું અંદાજપત્ર (બજેટ) મંજુર કરવામાં આવ્યું હતું. બજેટની વિગતો અનુસાર, જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં વર્ષ ર0ર6-27ની ખુલતી સિલક રૂૂપિયા 7 કરોડ 66 લાખ અને આવકનો અંદાજ રૂૂપિયા 17 કરોડ 78 લાખ રહેવાની ધારણા છે. આ બંને મળીને કુલ રૂૂપિયા રપ કરોડ 45 લાખનું ભંડોળ ઉપલબ્ધ છે. જેમાંથી વર્ષ દરમિયાન રર કરોડ 83 લાખ રૂૂપિયાના ખર્ચનું અંદાજપત્ર તૈયા2 ક2વામાં આવ્યું છે.
આ સભામાં અગાઉની સામાન્ય સભા અને વિવિધ સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધ અને ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સ્વભંડોળ, રેતી રોયલ્ટી અને 1પમાં નાણાપંચ (જિલ્લા કક્ષાના 90%) ના રજૂ થયેલ હેતુફેર અને નવા કામોને સૈદ્ધાંતિક તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની સ્વૈચ્છિક ગ્રાન્ટના કામોને બહાલી આપવામાં આવી હતી. આ બજેટમાં પંચાયતની કામગીરી ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ પ્રવૃત્તિઓ અને સરકારે મંજૂર કરેલ રસ્તા, સિંચાઈ અને અન્ય સુપરત કરાયેલા કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કેન્દ્રીય નાણાપંચ તરફથી મળતી સહાયમાંથી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
બજેટમાં થયેલ જોગવાઈ
પંચાયત અને વિકાસ ક્ષેત્ર: રૂા. 1032.83 લાખ
બાંધકામ ક્ષેત્ર: રૂા.391.6પ લાખ
શિક્ષણ ક્ષેત્ર: રૂા.263.00 લાખ
સામાન્ય વહીવટ ક્ષેત્રનો ખર્ચ: રૂા.167.00 લાખ
સમાજકલ્યાણ ક્ષેત્ર: રૂા.1ર0 લાખ
પ્રકિર્ણ યોજનાઓ અને કાર્યો: રૂા. 103.20 લાખ
કુદરતી આફતો માટે: રૂા. 76 લાખ
સિંચાઈ ક્ષેત્ર: રૂા.54.50 લાખ
આરોગ્ય ક્ષેત્ર: રૂા.42.71 લાખ
ખેતીવાડી ક્ષેત્ર: રૂા.15.10 લાખ
ICDS માટે: રૂા.90.00 લાખ
પશુપાલન ક્ષેત્ર: રૂા.6.30 લાખ

