ધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ખનીજ ચોરી શરૂૂ થયાના અહેવાલ મળ્યા બાદ તરત જ ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકતાં ખનીજચોરોમાં સોંપો પડી ગયો હતો.…

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ખનીજ ચોરી શરૂૂ થયાના અહેવાલ મળ્યા બાદ તરત જ ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકતાં ખનીજચોરોમાં સોંપો પડી ગયો હતો. આ દરમિયાન તંત્ર દ્વારા 3 ડમ્પર સહિત એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ધ્રોળ તાલુકાના જાયવા ગામ ખાતે આવેલા જેટકો પાછળના તળાવ વિસ્તારમાં મોરમ ખનીજની ચોરી મામલે તંત્રને બાતમી મળતાં ખાણ ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી. ટીમે આકસ્મિક રીતે દરોડો પાડી તપાસ કરતાં સરકારની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

જેના આધારે સ્ટાફ દ્વારા જયેશભાઈ સાનિયાની માલિકીનું સેની એક્સક્રાવેટર મશીન, ઉપરાંત રેવતુભા જાડેજા, ભગીરથસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાની માલિકીના 3 ડમ્પર સહિત આશરે 1 કરોડ રૂૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા વાહનો સહિતનો મુદામાલ ધ્રોળ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડાને પગલે ધ્રોલ-જોડીયા પંથકના ખનીજ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખસોમાં ફફડાટ વ્યાપ્યો છે.