Site icon Gujarat Mirror

મોરબીના વેપારીને ચેક રીટર્ન કેસમાં ર વર્ષની સજા

ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા હુકમ

જામનગરમાં મુરલીઘર સોસાયટી માં રહેતા હીતેશ બાબુભાઇ લાંબા પાસેથી મોરબીના બુટાવદર ગામમા રહેતા અને અંજલી કોલ કોર્પોરેશન ના નામથી ધંધો કરતા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા એ પોતાના ધંધા માટે કોલસો ખરીદયો હતો. જેની વેચાણ કિંમત ચુકવવા ધર્મન્દ્રસિંહ જાડેજાએ એકસીસ બેંક, મોરબી શાખાનો રૂૂ.દશ લાખ નો ચેક મુદતે પાસ થઈ જવાના વિશ્વાસે આપેલો હતો, જેથી ફરયાદી હીતેશ લાંબાએ તેમના વકીલ મારફત નોટીશ આપી ચેકની રકમ 15 દિવસ મા ચુકવી આપવા સુચના આપી હતી, છતા રકમ નહી ચુકવતા હીતેશભાઈ એ ચેક બાઉન્સ થવા અંગે ઘી નેગોશીથૈબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ -138 હેઠળ આરોપી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિરૂૂધ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી.

જે કેસ ચાલી જતા ફરીયાદી દ્રારા રજુ કરાયેલો મૌખીક-દસ્તાવેજી પુરાવો ધ્યાન લઈ ત્થા ફરયાદી તરફે થયેલ વિસ્તૃત દલીલ ધ્યાને લઈ આરોપી ધર્મેન્દ્રસિંહ દલિીપસિંહ જાડેજા ને ર વર્ષ ની પુરે-પુરી સજા ત્થા ચેકની રકમ રૂૂપીયા દશ લાખ ઉપર નવ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કરેલ આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે અશોક એસ. ગાંધી રોકાયા છે.

Exit mobile version