Site icon Gujarat Mirror

ચોટીલાની મહિલાનો બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત

ચોટીલાના પોપટપરામાં રહેતા મહિલાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. વધુ વિગતો મુજબ, પોપટપરામાં રહેતા સામીબેન સાજણભાઈ બથવાર (ઉ.વ.50)એ ગઈકાલે રાત્રીના સમયે પોતાના ઘરે માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. સામીબેનને સંતાનમાં બે દિકરા ત્રણ દિકરી છે તેમજ પતિ ખેતીકામ કરતા હતા સામીબેનને પાંચ વર્ષથી માનસીક બિમારી હોવાથી તેમણે કંટાળી પગલું ભરી લીધું હતું. આ અંગે ચોટીલા પોલીસે કાગળો કર્યા હતાં.

Exit mobile version