બે અઠવાડિયામાં આંદામાનમાં ચોમાસાનું આગમન

ભારત હવામાન વિભાગ (IMD)એ જાહેરાત કરી છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે અંડમાન સમુદ્ર, દક્ષિણ બંગાળની ખાડી અને અંડમાન-નિકોબાર ટાપુઓ પર લગભગ 20 મેની આસપાસ…

ભારત હવામાન વિભાગ (IMD)એ જાહેરાત કરી છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે અંડમાન સમુદ્ર, દક્ષિણ બંગાળની ખાડી અને અંડમાન-નિકોબાર ટાપુઓ પર લગભગ 20 મેની આસપાસ આગમન કરશે. આ ચોમાસાની શરૂૂઆતનું પ્રારંભિક સંકેત છે, જે કેરળમાં મુખ્ય આગમન પહેલાંનું છે.

IMDના વિસ્તૃત રેન્જ પૂર્વાનુમાન મુજબ, બીજા અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, અંડમાન સમુદ્ર અને અંડમાન-નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં ચોમાસાની શરૂૂઆત થવાની સંભાવના છે.
IMDએ અગાઉના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસા દરમિયાન દેશમાં કુલ વરસાદ લાંબા સમયના સરેરાશ (કઙઅ)ના 92 ટકા રહેશે, જે સામાન્ય કરતાં નીચેની શ્રેણીમાં આવે છે.

આ આગાહી ખરીફ પાકો માટે ચિંતાનું કારણ બની શકે છે. જૂનમાં શરૂૂ થતી ખરીફ મોસમમાં ધાન્ય, કપાસ, કઠોળ અને તેલીબીયા જેવા મુખ્ય પાકોનું વાવેતર થાય છે. આ પાકો દેશના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં અડધાથી વધુ ફાળો આપે છે. વરસાદની અછતથી વાવેતર પ્રક્રિયા અને ઉત્પાદન પર અસર પડી શકે છે, જેના કારણે ખાદ્યપદાર્થોની કિંમતો વધવાની શક્યતા છે.

ખેતીપ્રધાન અર્થતંત્રમાં ચોમાસાનું મહત્વ અત્યંત વધારે છે. IMDના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે વરસાદનું સમયસર અને સમાન વિતરણ ખેડૂતોના નિર્ણયો માટે નિર્ણાયક સાબિત થશે. ખેડૂતો અને સરકારી તંત્રને આ પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવાની સલાહ આપવામાં આવી છે. IMD સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને વધુ અપડેટ્સ જાહેર કરશે.