ગુજરાત

ધારાસભ્ય મેવાણીના માણસો હેરાન કરે છે, મહિલાની પોલીસ ફરિયાદ

Published

on

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે એક મહિલાએ જિલ્લા પોલીસ વડા અને વડગામ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ છોડી દેતા વિધાનસભાની ચૂંટણી બાદ જીગ્નેશ મેવાણીના કહેવાથી તેમના માણસો દ્વારા હેરાન કરવામાં આવી રહી છે.


મહિલાએ જણાવ્યુ કે તેઓ વડગામના સકલાણા ગામમાં મનરેગા મેટનું કામ કરે છે. જીગ્નેશ મેવાણીના માણસો તેમની મનરેગાની સાઈટ ઉપર અવારનવાર આવી હેરાન કરે છે. લેખિતમાં રજૂઆત કરનારા મહિલા અરુણાબેન પરમાર અગાઉ કોંગ્રેસમાં વડગામ એસી મોરચાના મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે.


તેમણે વડગામ ધારાસભ્યના પી.એ સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી દ્વારા મનરેગા સાઈટ ઉપર આવીને માનસિક રીતે પરેશાન કરતા હોવાના આક્ષેપો કર્યા છે. અરુણાબેને જિલ્લા એસ.પીને જિગ્નેશ મેવાણી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સંદર્ભે તેમણે એક વીડિયો પણ મીડિયા સમક્ષ રજૂ કર્યો છે. જેમાં બે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે. એક કહે છે કે અમે જિગ્નેશ મેવાણીને ત્યાંથી આવ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version