ગુજરાત

સગીર પથ્થરબાજો 3 કિ.મી દૂરથી આવ્યા, મુખ્ય કાવતરાખોરની તપાસ: ગેહલોત

Published

on

સુરતના સૈયદપુરામાં રવિવારે રાતે ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ હાલ અત્યારે શાંતિનો માહોલ છે. દરમિયાન સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ઘટનામાં સામેલ સગીર પથ્થરબાજો ઘટના સ્થળથી ત્રણ કિમી દુર રહે છે અને આટલી દુરથી કોઇ બાળકો આવી ના શકે જેથી સગીરોને ઉશ્કરણી કરનારા તત્વોની શોધખોળ કરાઇ રહી છે.તેમણે કહ્યું કે ચાલુ રિક્ષામાંથી પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ ગુના નોંધાયા છે અને 28 આરોપીની ધરપકડ કરાઇ છે.


તેમણે કહ્યું કે ઘટના સંદર્ભે અલગ અલગ 3 ગુના નોંધાયા છે, જેમાં રાયોટિંગ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ પર હુમલાની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.


લાલગેટ વિસ્તારમાં બે વાહનો સળગાવવામાં આવ્યા હતા. બનાવ અંગે 6 જેટલી ટીમો તપાસ કરી રહી છે.
અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે તમામ આરોપીઓ વિરૂૂદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત રોજ પોલીસ કંટ્રોલ રૂૂમને 13 જેટલા ફેક કોલ આવ્યા હતા. જેની ખરાઈ કરવામાં આવી હતી. જે સગીરો છે,તે ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર રહે છે. આટલી દુરથી કોઇ બાળકો આવી ના શકે. સગીરોને ઉશ્કેરણી કરનારા તત્વોની શોધખો કરાઇ રહી છે. આ ઘટના પાછળ કોઈ કાવતરું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. સગીરોના માતા પિતાને પણ બોલાવવામાં આવ્યા છે,જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.સગીરો પોતે સમજી શકતા નથી કે તેઓ ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે,જેની પાછળ કોણ છે તેની તપાસ કરાશે .ઘટનામાં છ સગીર વયના બાળકો છે. જે 12 થી 13 વર્ષની ઉમરના છે. આ તમામ બાળકો અભ્યાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version