ગોંડલનાં ચોરડી દરવાજા ચોકમાં આવેલી બેકરીનાં ઉપરના ભાગે આવેલી રુમમાં રહેતા સગીરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.બનાવ અંગે એ’ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ચોરડી દરવાજા ચોકમાં આવેલી વાહે ગુરુ બેકરીમાં કામ કરતા અને બેકરીની ઉપર આવેલી રુમ માં રહેતા અનુપકુમાર કનૈયાલાલ યાદવ ઉ.17 રવિવારની મોડી રાતે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ.રુમમાં તેની સાથે અન્ય બે યુવાનો પણ રહેતા હતાં. રાત્રીનાં અનુપકુમાર સહીત ત્રણેય જમીને સુઇ ગયા હતાં.દરમ્યાન એક યુવાન વહેલી સવારે ચાર વાગ્યે લઘુશંકા માટે ઉઠ્યો હોય અનુપકુમારને પંખા સાથે લટકતો જોઇ તેની રાડ ફાટી ગઇ હતીવબાદમાં બેકરી માલીક સંજયભાઈને તુરંત જાણ કરાતા તેઓ દોડી આવ્યાં હતાં.બાદમાં પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસે અનુપકુમારનાં મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. અનુપકુમાર હજુ ચાર દિવસ પહેલા બેકરીમાં કામે જોડાયો હતો.અને યુપીનાં દુર્ગાપુર ગામનો રહેવાસી હતો. પોલીસે તેનાં પરીવારને જાણ કરી બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
