ઘટના બાદ 13 વર્ષનો અસ્થિર માસૂમ ઘરેથી નાસી છૂટયો; કુવાડવામાં ચોંકાવનારી ઘટના
રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમા માનસીક અસ્થિર ભાઇ સાથે મશકરી કરતા સગીરને પડખાના ભાગે છરી લાગી જતા સગીરને લોહી લુહાણ હાલતમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. જયા સગીરનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. ઘટના બાદ માનસીક અસ્થિર 13 વર્ષનો બાળક ઘરેથી પલાયન થઇ ગયો હતો. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક અમદાવાદ હાઇવે પર કુવાડવા ગામે આવેલા હરીઓમ ચોકમા રહેતો પૃથ્વી નાથાભાઇ લઢેર નામનો 17 વર્ષનો સગીર રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા તેના અસ્થિર મગજના 13 વર્ષના નાના ભાઇ નીતીન લઢેર સાથે મશકરી કરતો હતો ત્યારે મશકરીમા પૃથ્વી લઢેરને પડખાના ભાગે છરી લાગી જતા લોહી લુહાણ હાલતમા ઢળી પડયો હતો.
પૃથ્વી લઢેરને બેભાન હાલતમા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો. જયા તેની સારવાર કારગત નિવડે તે પુર્વે ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પીટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરના મૃતદેહને પીએમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક પૃથ્વી લઢેરના પિતા ગ્રામ પંચાયતમા કચરાની ગાડી ચલાવે છે અને પૃથ્વી લઢેર 4 ભાઇ એક બહેનમા વચેટ હતો.
ગઇકાલે પિતા લગ્ન પ્રસંગમા ઢોલ વગાડવા ગયા બાદ પૃથ્વી લઢેર તેના 13 વર્ષના અસ્થીર મગજના નાના ભાઇ નિતિન લઢેર સાથે મશકરી કરતો હતો ત્યારે મશકરીમા અસ્થિર મગજના ભાઇના હાથે છરી લાગી જતા પૃથ્વી લઢેરનુ મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે અને ઘટના બાદ ભાઇનુ મોત નીપજતા અસ્થિર મગજનો નિતીન ઘરેથી નાસી છુટયો હોવાનુ પરીવારજનોએ જણાવ્યુ છે. આ બનાવ અંગે કુવાડવા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

