ઉપલેટા નજીક ફુલઝર ડેમ કાંઠે ખનીજ ચોરી ઝડપાઈ, રૂા.1.15 કરોડનો મુદ્દામાલ કબજે

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન…

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જની ટીમને મળેલ ચોકકસ હકિકત આધારે P.S.I. બી.સી.મીયાત્રા તથા સ્ટાફના શિવરાજસિહ ઝાલા. કુલદિપસિંહ ચુડાસમા, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા નાઓએ રાજકોટ જિલ્લાના ભાયાવદર વિસ્તારના પાનેલી ગામે આવેલ ફુલઝર ડેમ કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરનાર ભાયાભાઈ આલાભાઈ બઢ તથા કમાભાઇ આલાભાઇ બઢ રહે.બંન્ને ઢાંક તા.ઉપલેટા જી રાજકોટ વાળાઓના સાગરીતોને વાહનો સાથે પકડેલ જેમાં (1) જે.સી.બી. નંબર GJ 14 M 6614 ડ્રાઈવર ધ્રુમિલ ભાવેશભાઈ ભારાઈ રહે, ઢાંક ઉપલેટા માલિક કમાભાઈ બાબુભાઈ બઢ રહે,ઢાંક તા.ઉપલેટા (2) આઈસર ટ્રેક્ટર નંબર GJ 24 AM 0554 ડ્રાઈવર મેહુલ મેરૂૂભાઈ કલોતરા રહે, મોંટીમારડ ધોરાજી માલિક જયદીપભાઈ ભાયાભાઈ બઢ રહે,ઢાંક તા.ઉપલેટા (3) આઇસર ટ્રેક્ટર નંબરGJ 10 DG 0889 ડ્રાઇવર મેરૂૂભાઈ બધાભાઈ કલોતરા રહે, ઢાંક ઉપલેટા માલિક કમાભાઈ બાબુભાઇ બઢ રહે.ઢાંક તા.ઉપલેટા (4) ડમ્પર નંબર GJ 14 AT 4005 ડ્રાઈવર ઋત્વિક સાજુભાઈ વંદા રહે, ગણોદ તા ઉપલેટા માલિક અશ્વિનભાઈ વાળા રહે ઉપલેટા (5) લોડર ટ્રેક્ટર નંબર GJ 11 AD 2257 ડ્રાઈવર હર્ષિલ હાજાભાઈ કરમટા રહે, માંડાસન તા જામજોધપુર માલિક અરજણભાઈ ઉર્ફે જાડો રબારી રહે ધોરાજી (6) નંબર વગરનું ડમ્પર ડ્રાઇવર અર્જુનભાઈ નરશીભાઈ દુડકિયા રહે, ડાદુકા તા કુતિયાણા જી પોરબંદર માલિક દિનેશભાઈ ડોડીયા રહે ઉપલેટા નાઓને વાહનો મળી કુલ જેસીબી-1 કિ.રૂૂ.15,00,000/- લોડર ટ્રેકટર-1 કિ.રૂૂ.10,00,000/- ડમ્પર-2 કિ.રૂૂ.30,00,000/- આઇસર ટ્રેકટર-2 રૂૂ.1,15,00,000/- નો મુદ્દામાલ સીઝ કરી ભાયાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી આપવામાં આવેલ છે.