Site icon Gujarat Mirror

ગોંડલ હાઇવે પર એલસીબી કચેરી પાછળ પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

ગોંડલ પંથક માં ગત રાત્રીનાં પરપ્રાંતિય યુવાન ની હત્યાની ઘટના સામે આવી છે.હત્યારા એ બહેરમી પુર્વક છરીનાં આડેધડ ઘા મારી ક્રુરતા પૂર્વક હત્યા નિપજાવી હતી.યુવાન નાં પેટ નાં આંતરડા પણ બહાર નીકળી ગયા હતા.બનાવ નાં પગલે એલસીબી,તાલુકા પોલીસ તથા કોટડાસાંગાણી પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવી યુવાન નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના સાડા દસનાં સુમારે એલસીબી પોલીસ સ્ટેશન ની પાછળ રિબડા સડક પીપળીયા સીમ વિસ્તાર માં હત્યા કરાયેલ હાલત માં યુવાન ની લાશ પડી હોવાની જાણ ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ને થતા ટ્રસ્ટ નાં દિનેશભાઈ માધડ, જયભાઈ માધડ સહિત ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.દરમિયાન પોલીસ ને જાણ થતા એલસીબી પીઆઇ ઓડેદરા, તાલુકા પીઆઇ ડોડીયા, કોટડા સાંગાણી પીઆઇ રાઠોડ સહિત નો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ધસી જઇ મૃતક યુવાન ની ઓળખ માટે તજવીજ હાથ ધરતા મૃતક મુળ બિહાર નાં થાણા કુનેની જી.બાકા અને હાલ પારડી રહેતા ચંદનકુમાર અમરજીત રાય ઉ.આશરે 26 વર્ષ. હોવાનું બહાર આવ્યું હતુ.અને પારડી ફેકટરી માં કામ કરતો હોવા નું જાણવાં મળેલ હતું.

હત્યારા એ બન્ને સાથળ તથા પેટના ભાગે છરીનાં ઘા મારી હત્યા નીપજાવી હતી. મૃતક બિહાર થી એક મહીના પહેલા અહી આવી કામે લાગ્યો હતો.મૃતક અપરણીત હતો.અને પરીવાર માં માતા પિતા અને ત્રણ બહેનો બિહાર વતન માં રહેતા હોવાનું જાણવા મળ્યુ હતુ. બિહારી યુવાન ની કોણે અને કયા કારણોસર હત્યા કરી તે અંગે તાલુકા પીઆઇ વી.એમ.ડોડીયા એ તપાસ હાથ ધરી પારડી પાસેનાં પરપ્રાંતિય મજુરોની પુછપરછ હાથ ધરી છે.

Exit mobile version