Site icon Gujarat Mirror

ગોંડલમાં ચાલુ ડ્રાઇવિંગે BP વધી જતા બાઇક સાથે પટકાયેલાં ચાલકનું મોત

ગોંડલમા રહેતા વૃધ્ધ પોતાનુ બાઇક લઇ નાગરકા ગામે પોતાની સલુનની દુકાને જઇ રહયા હતા ત્યારે ઉંબાળા ચોકડી પાસે પહોચતા વૃધ્ધને ચાલુ બાઇકે બીપી વધી જતા બાઇક સાથે નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

 

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમા નવા માર્કેટ યાર્ડ સામે આવેલા ખોડીયાર નગરમા રહેતા સવજીભાઇ ભીમજીભાઇ ભાયાણી નામનાં 65 વર્ષનાં વૃધ્ધ બે દીવસ પુર્વે સવારનાં સાતેક વાગ્યાનાં અરસામા પોતાનુ બાઇક લઇને જઇ રહયા હતા ત્યારે ઉંબાળા ચોકડી પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમા ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

પ્રાથમીક પુછપરછમા મૃતક સવજીભાઇ ભાયાણી બે ભાઇ બે બહેનમા મોટા હતા . અને તેમને સંતાનમા બે પુત્ર છે સવજીભાઇ ભાયાણી નાગરકા ગામે પોતાની સલુનની દુકાને જતા હતા ત્યારે ચાલુ ડ્રાઇવીંગે બીપી વધી જતા બાઇક સાથે પટકાતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version