રેલનગરના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત

લક્ષ્મીનગરના આધેડ અને વીરમાયા પ્લોટમાં વૃધ્ધે બેભાન હાલતમાં દમ તોડયો રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો વધ્યો હોય તેમ વધુ એક જીંદગી શ્ર્વાસના ધબકારા…

લક્ષ્મીનગરના આધેડ અને વીરમાયા પ્લોટમાં વૃધ્ધે બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો વધ્યો હોય તેમ વધુ એક જીંદગી શ્ર્વાસના ધબકારા ચુકી ગઈ છે. જેમાં રેલનગરના આધેડનું હાર્ટએટેકથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રેલનગર વિસ્તારમાં આવેલ સુંદરમ સિટીમાં રહેતાં કમલભાઈ હિંમતલાલ વેગડ (ઉ.55) સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં અવધ રોડ પર બાંધકામ સાઈટ પર હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત અન્ય બનાવમાં લક્ષ્મીનગરમાં રહેતાં અશ્ર્વિનભાઈ સજુભાઈ વાઘેલા (ઉ.52) અને વીરમાયા પ્લોટમાં રહેતા રામજીભાઈ મેઘજીભાઈ રાઠોડ (ઉ.66)નું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું.