રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાર્ટએટેકથી વધુ એક મોત નીપજ્યુ છે. રાજકોટ તાલુકાના લાપાસરી ગામે રહેતા ગફરભાઇ હાનીભાઇ ગમારા (ઉ.વ.48)નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં તેઓ મુળ અમદાવાદના વતની અને માલઢોરનો વ્યવસાય કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. હાર્ટએટેક આવાથી મોત થયાનુ પ્રથામિક અનુમાન સેવાઇ રહ્યુ છે.
