Site icon Gujarat Mirror

જિલ્લામાં મેઘરાજાના મંડાણ, 1થી 6 ઇંચ ભારે વરસાદ

જોડિયા-6, ધ્રોલ-2, કાલાવડ-1ાા, લાલપુર-જામજોધપુરમાં-1 ઇંચ વરસ્યો, અનેક ગામોમા અંધારપટ છવાયો

જામનગર મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ર4 કલાકમાં એક થી છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અમુક તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસી જતાં ખેડૂતો વાવણી કાર્યમાં લાગી ગયા છે. સૌથી વધુ જોડીયા પંથકમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લા માં છેલ્લા કેટલાક દિવસનાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે. અને ખાસ કરીને ગઇ રાત્રિ થી સમગ્ર જિલ્લા માં સાર્વત્રિક વરસાદ પડયો છે
જામનગર શહેર જીલ્લામાં ગઈકાલે ધાબળીયા અને વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે બપોરે વરસાદ અમુક તાલુકામાં શરૂૂ થયો હતો આ પછી રાત્રે 1ર થી ર માં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જામનગર જીલ્લામાં આજે સાંજે 6 વાગ્યે પૂરા થાં ર4 કલાક દરમ્યાન જામનગરમાં 51 મીમી, જોડીયામાં 155 મીમી, ધ્રોલમાં 48 મીમી, કાલાવડ 37 મીમી, લાલપુરમાં 21 મીમી અને જામજોધપુરમાં ર6 મીમી વરસાદ વરસ્યો છે.

ગઈકાલે રાતે જામનગર શહેરમાં રાત્રે આઠ વાગ્યે છાંટા શરૂૂ થયા પછી ધીમી ધારે વરસાદ શરૂૂ થયો હતો. જે રાત્રી ભરમાં પોણો થી એક ઈંચ જેટલો વરસ્યો હતો. જામનગર શહેરમાં આજે પણ દિવસ દરમિયાન 30 મી. મી.પાણી વરસી જતાં છેલ્લા 24 કલાકમાં 51 મિ.મી.એટલેકે બે.ઇંચ પાણી વરસી ગયું છે. જોડીયામાં રાત્રે 1ર થી ર વાગ્યા દરમ્યાન દોઢ ઈંચ વારસદ વરસી ગયો હતો. જ્યારે આજે દિવસ દરમિયાન વધુ 111 મી .મી.એટલે કે ચાર ઇંચ વરસી જતા છેલ્લા 24 કલાકમાં જોડીયામાં 155 મિ. મી .એટલે કે લગભગ છ ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત ધ્રોલમાં બે ઇંચ કાલાવડમાં દોઢ ઇંચ , લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં એક ઇંચ વરસાદ થયો છે. હજુ તો જામનગર શહેરમાં વરસાદનાં ચાર છાંટા વરસ્યા હતાં ત્યાં જ અનેક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તેવી જ રીતે અનેક વિસ્તારની સ્ટ્રીટ લાઈટો પણ બંધ થઈ જવા પામતાં ગામમાં અંધારા ફેલાયા હતાં. ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે ચાર છાંટા વરસતા જ લાઈટો ગુલ થઈ ગઈ તો પ્રિ-મોન્સુન કામગીરીમાં શું કર્યું ? તેમાં ખર્ચાયેલા લાખો રૂૂપિયા ખરેખર ખર્ચાયા કે પછી …? જો કે ધીમી ધીમે મરામત કામગીરી હાથ ધરવામાં આવતાં વિજ પુરવઠો પૂર્વવત થયો હતો.

જેમાં જામનગર તાલુકાના વસઈમાં 11 મીમી, લાખાબાવળમાં 1ર મીમી, મોટી બાણુંગારમાં 4ર મીમી, ફલ્લામાં રપ મીમી, જામ વંથલીમાં રર મીમી, મોટી ભલસાણમાં 38 મીમી, અલીયાબાડામાં ર0 મીમી અને દરેડમાં 8 મીમી, જોડીયા તાલુકાના હડીયાણામાં 4 મીમી, બાલંભામાં 10 મીમી અને પીઠડમાં રપ મીમી, ધ્રોલ તાલુકાનાં લતીપુરમાં 33 મીમી, જાલીયા દેવાણીમાં 3 મીમી, કાલાવડ તાલુકાનાં નિકાવામાં ર0 મીમી, ખરેડીમાં ર0 મીમી, મોટા વડાળામાં રર મીમી, ભલસાણ બેરાજામાં 3પ મીમી, નવાગામમાં રપ મીમી અને મોટા પાંચ દેવડામાં 3ર ીમી, જામજોધપુર તાલુકાનાં સમાણામાં ર4 મીમી, શેઠ વડાળામાં ર0 મીમી, જામવાડીમાં 38 મીમી, વાંસજાળીયામાં 3પ મીમી, ધુનડામાં ર6 મીમી, ધ્રાફામાં રપ મીમી, પરડવામાં ર8 મીમી, લાલપુર તાલુકાનાં પીપરટોડામાં 1પ મીમી, પડાણામાં 10 મીમી, ઘણગોરમાં 13 મીમી, મોટા ખડબામાં 7 મીમી, મોડપરમાં 9 મીમી અને હરીપરમાં 13 મીમી વરસાદ નોંધાયો છે.

Exit mobile version