ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના મોટા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના સક્રિય તબક્કાની આગાહી કરી છે, જેમાં આગામી કેટલાક દિવસોમાં પૂર્વ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજ રોજ ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદનો સૌથી વધુ ભોગ બનવાની શક્યતા છે, જ્યારે બિહાર, ઉત્તરાખંડ અને હિમાલય ક્ષેત્રમાં અઠવાડિયાના અંતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે 17 જુલાઈના રોજ સક્રિય ચોમાસાની સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખી છે, જેમાં ઓડિશામાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદ પડવાની અપેક્ષા છે. 18 જુલાઈથી, ભારે વરસાદનું કેન્દ્ર બિહાર તરફ જવાની અપેક્ષા છે, જ્યાં આઈએમડીએ 18 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તે જ સમયગાળા દરમિયાન, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ સતત ભારે વરસાદ પડવાની અપેક્ષા છે.
અઠવાડિયું આગળ વધતાં પશ્ચિમી હિમાલય પ્રદેશ વધુને વધુ સક્રિય થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 20 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયા દરમિયાન કોંકણ અને ગોવામાં વ્યાપક ચોમાસાની પ્રવૃત્તિ ચાલુ રહેવાની ધારણા છે, અને સાતેય દિવસ વ્યાપક વરસાદની આગાહી છે. 18 જુલાઈથી દરિયાકાંઠાના કર્ણાટકમાં વરસાદ વધવાની શક્યતા છે, જ્યારે કેરળમાં 17 જુલાઈથી 20 જુલાઈ દરમિયાન વ્યાપક વરસાદ થવાની ધારણા છે, ત્યારબાદ ધીમે ધીમે વરસાદ ઓછો થશે.
ગુજરાત સહિત પશ્ર્ચિમી રાજ્યોમાં છૂટ્ટોછવાયો
ગુજરાત સહીતના પશ્ચિમી રાજયોમાં છુટોછવાયો વરસાદ રહેશે. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત બીજા વરસાદી અઠવાડિયા માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે પશ્ચિમ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પ્રમાણમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ઈંખઉ આગાહીના સમયગાળા દરમિયાન રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તેલંગાણા, રાયલસીમા અને તમિલનાડુમાં માત્ર છૂટાછવાયા વરસાદની અપેક્ષા રાખે છે.
