લદ્દાખને વિશેષ દરજ્જો અને NEET-UG ગોટાળા મુદ્દે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ 19મા દિવસે પહોંચી છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને વાંગચુકનો જીવ બચાવવા તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા આદેશ કર્યો છે. કોર્ટે સરકારી ડોકટરોની ટીમને તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવા જણાવ્યું છે.
લદ્દાખને વિશેષ દરજ્જો અપાવવા અને NEET-UG ની એક્ઝામમાં થયેલા ગોટાળા બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ભૂખ હડતાળ 19મા દિવસમાં પ્રવેશી છે.
તેમની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે કે, વાંગચુકનો જીવ બચાવવા માટે જે પણ તબીબી સહાયની જરૂૂર હોય તે સરકાર દ્વારા તાત્કાલિક પૂરી પાડવામાં આવે. હાઈકોર્ટે સરકારી ડોક્ટરોની ટીમને તેમની તબિયત પર સતત દેખરેખ રાખવા જણાવ્યું છે.
આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, વિરોધ પ્રદર્શન વચ્ચે તેમના સ્વાસ્થ્ય અને જીવનની સુરક્ષા પ્રાથમિકતા હોવી જોઈએ.
આ પહેલા વાંગચુકે એક વીડીયો સંદેશ જારી કરી જણાવ્યું હતું કે તેમની તબીયત એટલી ગંભીર નથી કે મૃત્યુનું જોખમ ઉભુ થાય.
