ગુજરાત

રાજકોટ જિલ્લા-તાલુકા મથકની તમામ કોર્ટમાં 14મી ડિસેમ્બરે યોજાશે મેગા લોકઅદાલત

Published

on


ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ધ્વારા તા. 14/12/2024 ના રોજ રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલી તમામ અદાલતોમાં વર્ષ- 2024ની રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક, ચેક રીટર્ન, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતરના, લગ્નવિષયક, મજુર અદાલતના, જમીન સંપાદન, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોના, રેવન્યુ, દિવાની પ્રકારના અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.


તેમજ, સીસીટીવી કંટ્રોલરૂૂમ, દવારા ટાફીક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને આપવામાં આવતા ઈ-ચલણના નાણા ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમા ભરી શકાશે લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવીષ્યમા તે અંગે કોઈ કોર્ટ કાર્યવાહી થશે નહી. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ વી.બી.ગોહીલ ધ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુક્ત બને છે તથા વૈમનસ્યથી મુક્ત થવાય છે.


તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તા.14/12/2024 ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માંગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી અથવા જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટનો તથા તાલુકા કાનૂની સેવા સમીતીનો સંપર્ક કરી પોતાના કેસો લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી સદર લોક-અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો લોક-અદાલતમાં મુકાવી લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version