ગુજરાત
રામકથા સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20થી વધુ દર્દીઓને અપાઇ સારવાર
રામકથા સ્થળે કથાશ્રવણઅર્થે ભાવિકોની સુવિધાઅર્થે શહેરની સીનર્જી હોસ્પિટલ ધ્વારા અદ્યતન મેડીકલ સાધનોથી સજજ ઈમરજન્સી સારવાર કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત ડોકટરો સહિત 15થી વધુ તબીબી ટીમ પોતાની સેવા આપી રહી છે.પહેલા પાંચ દિવસમાં જ 20થી વધુ દર્દીઓ કે જેને બ્લડપ્રેશર વધ-ઘટ થવું, પડવા-વાગવાથી ઈન્જરી થવી, છાતીનો દુ:ખાવો, ગભરામણ, ધબકારા અનિયમિત થવા સમસ્યાઓનો સામનો કરવો પડયો તેવા દર્દીઓને ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી અને દર્દીઓને સ્વસ્થ કરાયા હતા. તેમજ કથાસ્થળ ખાતે કાર્યરત કરાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈ.સી.જી., સ્ટ્રેચર, ઓકસીજન માસ્ક, શોટ મશીન, ગ્લુકોઝના બાટલા, બેડ ઈમરજન્સી, વ્હીલ સ્ટ્રેચર, ઈમરજન્સી કીટ, નેબ્યુલાઈઝર, કાર્ડિયોગ્રામ, સકશન મશીન, કાર્ડિયાક એમ્બ્યુલન્સ, ઈલેકટ્રીક ટૂવ્હીલર, ગોલ્ફ કાર, એમ્બ્યુલન્સ સહિતના સાધનોથી સજજ છે.