Site icon Gujarat Mirror

ભગવતીપરામાં મેગા ડિમોલિશન: 61 મકાન-દુકાનો તોડી પડાયા

મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી અગાઉ નોટીસ અપાયેલ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજરોજ વોર્ડ નં. 4 માં ભગવતીપરામાં ટીપી રોડ ઉપર ખડકાયેલા 15 કાચા-પાકા મકાનો તેમજ 44 દુકાનો અને પ્લીન્થ તથા દિવાલોના બાંધકામો દૂર કરી ટીપી રોડની 700.28 ચો.મી. જગ્યા ખુલી કરાવાઈ હતી.

મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દદ્વારા આજરોજ પૂર્વઝોનમાં વોર્ડ નં. 4 માં ભગવતીપરામાં 18 મીટર ટીપી રોડ વર્ષોથી દબાણરૂપ થયેલ જુદી જુદી જગ્યાની 44 ગેરકાયદેસર દુકાનો ઉપર બુલ્ડોઝર ફેરવી 429.32 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી. તેમજ ટીપી સ્કીમ નંબર 31ના ટીપી રોડ ઉપર ખડકાયેલ 15 કાચા-પાકા મકાનો તોડી પાડી 230.68 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામા ંઆવી હતી. તેવી જ રીતે વોર્ડ નં. 4 માં ટીપી સ્કીમ નંબર 31 ભગવતીપરામાં 18 મીટરના રોડ ઉપર અલગ અલગ સ્થળેથયેલા પ્લીંથ તેમજ કમ્પાઉન્ડ વોલના બાંધકામનું ડિમોલેશન કરી 40.28 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર અગાઉ આપવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામોની 261 નોટીસોની અમલવારીના આદેશ કરવામાં આવેલ જેના લીધે આજરોજ વોર્ડ નં. 4માં ટીપી સ્કીમ નંબર 31માં અલગ અલગ સ્થળ ઉપર 18 મીટરના ટીપી રોડ ઉપરના દબાણો તોડવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવેલ જેમાં ગેરકાયદેસર 44 દુકાનો તેમજ 15 કાચા-પાકા મકાન અ ને કમ્પાઉન્ડ હોલ તથા પ્લીન્થ સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડીમોલેશનની કામગીરી પુર્વઝોન ટાઉન પ્લાનીંગ વિભાગનો તમામ સ્ટાફ તથા રોષની વિભાગ તથા દબાણ હટાવ વિભાગ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તતા ફાયર વિભાગ તથા ઈમરજન્સી વિભાગ તથા બાંધકામ વિભાગ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સ અને પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ખોડાપીપરમાં ઈંટોના ભઠ્ઠા તોડી પડાયા, દબાણકારને 50 હજારનો દંડ

જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના આદેશ મુજબ, પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શનમાં આજે ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે ચાલતા ઈંટોના ભઠ્ઠાનાં દબાણો તોડી પડાયાં હતાં. પડધરી તાલુકાના ખોડાપીપર ગામમાં સરકારી ખરાબાના સર્વે નંબર 78 પૈકી જમીનમાં સિમેન્ટના બેલા તથા ઈંટો બનાવવાનો ઉદ્યોગ ગેરકાયદે ચાલતો હતો. આ દબાણો તોડી પાડવા આજે પડધરી મામલતદારશ્રીની રાહબરીમાં નિમાનુસાર કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ જમીન પરથી આશરે 2500 ચો.મી.ના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં. આ સાથે દબાણદારોને રૂૂ.50,000નો દંડ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પડધરીના નાયબ મામલતદાર (દબાણ) તથા સર્કલ ઓફિસર જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

Exit mobile version